બોટાદના પૂ. શ્રી વિસામણબાપુની જગ્યામાં કોવિડ સેન્ટર શરૂ કરવા રજૂઆત

01 May 2021 11:35 AM
Botad
  • બોટાદના પૂ. શ્રી વિસામણબાપુની જગ્યામાં કોવિડ સેન્ટર શરૂ કરવા રજૂઆત

બોટાદ તા. 30 : બોટાદ જીલ્લાના પાળીયાદ ધામની પવિત્ર ભુમી પૂ. શ્રી વિસામણબાપુની જગ્યામાં વિહળ ભુવન ઉતારા વિભાગ આવેલ છે. જેમાં પ0 મોટા રૂમ છે. એમા દરેક રૂમમાં 3 વ્યકિતઓ રોકાઇ શકે તેવી ઉતમ વ્યવસ્થાઓ છે. હાલની કોરોના મહામારીમા જો રાજય સરકાર આ બિલ્ડીંગમાં કોવીડ કેર સેન્ટર શરુ કરે તો આ વિસ્તારમાં લોકો ને ખુબ જ રાહત થાય તેવુ છે. હાલના સમયે કોરોના વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે ત્યારે સંસ્થાની સામાજીક જવાબદારી રુપે આ બિલ્ડીંગ ત્યાં જો કોવીડ સેન્ટર શરુ કરવામાં આવે તો દર્દીઓ અને તેઓના સગાને રહેવા જમવાની તેમજ અન્ય બીજી જરુરીયાતો વિના મુલ્યે પુરી પાડવાની સંસ્થા તરફથી પુર્ણ તૈયારી છે. તેમ પૂ. શ્રી વિસામણબાપુની જગ્યાના ટ્રસ્ટીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.


Loading...
Advertisement