વિશ્વ પ્રસિદ્ધ પદ્મભૂષણ સિતારવાદક દેબુ ચૌધરી કોરોના સામેનો જંગ હારી ગયા: દિલ્હીમાં દુ:ખદ નિધન

01 May 2021 02:21 PM
Entertainment India
  • વિશ્વ પ્રસિદ્ધ પદ્મભૂષણ સિતારવાદક દેબુ ચૌધરી કોરોના સામેનો જંગ હારી ગયા: દિલ્હીમાં દુ:ખદ નિધન

દિલ્હી તા.1
ભારતીય શાસ્ત્રીય વાદ્ય સંગીતના પ્રથમ પંક્તિના સિતારવાદક, પદ્મભૂષણ દેબુ ચૌધરીનું કોરોનાના કારણે દિલ્હીમાં નિધન થયું છે. તેમણે આજે સવારે અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેમના નિધનથી સંગીત જગતમાં શોક છવાઈ ગયો છે. તેમની ઉંમર 85 વર્ષની હતી.પંડિત દેબુ ચૌધરીના નજદીક રહેલા સંગીતકાર મિર્જા નિયાઝીએ જણાવેલ છે કે દેબુ ચૌધરી દિલ્હીના ગુરૂ તંગ બહાદુર હોસ્પીટલમાં દાખલ થયા હતા. ત્યાં સારવાર દરમ્યાન તબીયત બગડી જતા નિધન થયું.


જાણકારી અનુસાર દેબુ ચૌધરીને સોમવારના કોરોના પોઝીટીવ ડીટેકટ થયું અને તેઓ તેના ઈલાજ માટે તંગબહાદુર હોસ્પીટલમાં દાખલ થયા હતા. ઈલાજ દરમ્યાન તેમનું ઓકસીજન લગાતાર ઘટતુ ગયુ. શુક્રવારના તેમની હાલત એકદમ નાજુક થઈ ગઈ હતી તેમને વેન્ટીલેટર પર રખાયા પણ તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા.પં.દેબુ ચૌધરી સોનિયા ઘરાનાના કલાકાર હતા. છેલ્લા 60 વર્ષ તેમણે સિતાર સાધનાને સમર્પિત કરી દીધા હતા. યુવાવસ્થામાં જ સિતારનું શિક્ષણ મેળવનાર દેબુ ચૌધરીએ વિશ્ર્વભરના દેશોમાં સિતારવાદનના કાર્યક્રમો આપ્યા છે. તેમણે સિતારની સુરલહેરીઓ દ્વારા શ્રોતાઓને મોહિત કર્યા હતા.પં.દેબુ ચૌધરીને દેશ-વિદેશમાં તમામ સન્માન મળ્યા છે. સંગીતનાટક અકાદમી પુરસ્કાર વિજેતા દેબુ ચૌધરીને ભારત સરકારે પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કારોથી સન્માનીત કર્યા હતા.


Related News

Loading...
Advertisement