ગેલ-રાહુલ બાદ બરારનો ‘વાર’ બેંગ્લોર પર પડ્યો ભારે: સાત બોલમાં જ મેચ પલટાઈ ગયો

01 May 2021 04:13 PM
Sports
  • ગેલ-રાહુલ બાદ બરારનો ‘વાર’ બેંગ્લોર પર પડ્યો ભારે: સાત બોલમાં જ મેચ પલટાઈ ગયો

મોદી સ્ટેડિયમમાં 34 રને જીત મેળવતી રાહુલબ્રિગેડ: 180 રનના લક્ષ્યાંક સામે બેંગ્લોર 145 રને જ અટકી ગયું

અમદાવાદ, તા.2
હરપ્રીત બરારના ઓલરાઉન્ડ પ્રદર્શન અને કેપ્ટન લોકેશ રાહુલની અણનમ ઈનિંગની મદદથી પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 34 રને હરાવી દીધું હતું. પંજાબના કેપ્ટન લોકેશ રાહુલના અણનમ 91 રનની મદદથી પંજાબે પાંચ વિકેટના ભોગે 179 રન બનાવ્યા હતા.

જવાબમાં એક-એકથી ચડિયાતા સ્ટાર બેટસમેનોથી સજ્જ બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 145 રન જ બનાવી શકી હતી. પંજાબ વતી હરપ્રીત બરારે બેટથી જલવો બતાવતાં 17 બોલમાં 25 રન બનાવ્યા અને બાદમાં શાનદાર બોલિંગ કરીને ચાર ઓવરમાં 19 રન આપીને ત્રણ સૌથી કિંમતી વિકેટ ખેડવી હતી.

બરારે વિરાટ કોહલી (35 રન), ગ્લેન મેક્સવેલ (0) અને એબી ડિવિલિયર્સ (3 રન) જેવા ખતરનાક બેટસમેનોને પેવેલિયન મોકલીને પંજાબની જીત નિશ્ચીત બનાવી હતી. આ પહેલાં દેવદત્ત પડ્ડીકલ (સાત રન) પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. આ જીત બાદ પંજાબ છ પોઈન્ટલઈને પાંચમા સ્થાને છે જ્યારે બેંગ્લોર દસ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.


Related News

Loading...
Advertisement