આજે બે ચેમ્પિયન ટીમો વચ્ચે કાંટે કી ટક્કર

01 May 2021 04:20 PM
Sports
  • આજે બે ચેમ્પિયન ટીમો વચ્ચે કાંટે કી ટક્કર

દિલ્હીમાં મુંબઈ અને ચેન્નાઈ આમને-સામને: બન્ને ટીમો પાછલા મેચમાં જીતી હોય વિજયરથ જાળવી રાખવા કમર કસશે

નવીદિલ્હી, તા.1
આઈપીએલના ઈતિહાસની બે સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ આજે જ્યારે ટકરાશે તો આ સીઝનનો અત્યાર સુધીનો સૌથી જોરદાર મુકાબલો બની શકે છે. આવું બન્ને ટીમોમાં રહેલા સ્ટાર ખેલાડીઓ અને તેના કેપ્ટનોની સફળતાઓને જોઈને કહી શકાય છે.

રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ અત્યાર સુધી પાંચ ખિતાબ જીતી ચૂકી છે તો ધોની તેની ટીમને ત્રણ વખત ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. જો કે આ વખતે મામલો કંઈક અલગ છે. ચેન્નાઈની ટીમ સીઝનનો પહેલો મુકાબલો હાર્યા બાદ સતત પાંચ મેચમાં જીત મેળવી ચૂકી છે તો મુંબઈને આટલા જ મેચોમાં ત્રણ જીત મળી છે. આવામાં તેની કોશિશ આ મુકાબલામાં જીત હાંસલ કરીને પોઈન્ટ ટેબલમાં ખુદને ઉપર લાવવાની રહેશે.

બન્નેટીમો માટે સારી વાત એ છે કે તેણે દિલ્હી લીગની શરૂઆત જીત સાથે કરી છે. જો કે મુંબઈની તુલનાએ ચેન્નાઈનું પ્રદર્શન દરેક વિભાગમાં અત્યાર સુધી સારું રહ્યું છે. આમ તો આ મેચનું પરિણામ ઘણે અંશે બન્ને ટીમોના ટોપ ઓર્ડરના પ્રદર્શન પર નિર્ભર કરશે. મુંબઈ માટે રોહિત શર્માએ સારી શરૂઆત કરી છે પરંતુ મોટો સ્કોર બનાવવામાં માહેર હિટમેન આ સીઝન અત્યાર સુધી પોતાનું કૌશલ બતાવી શક્યો નથી.

મુંબઈ માટે સારી વાત એ છષ કે તેનો ઓપનર ક્વિન્ટન ડિકોક અને કૃણાલ પંડ્યા ફોર્મમાં આવી ગયા છે. સૂર્યકુમાર યાદવે પણ પોતાની સારી શરૂઆતને મોટા સ્કોરમાં તબદીલ કરવી પડશે.


Related News

Loading...
Advertisement