રણધીર કપુર ચેમ્બુર સ્થિત પૈતૃક ઘર વેચી પરિવાર નજીક રહેવા જશે

01 May 2021 06:30 PM
Entertainment
  • રણધીર કપુર ચેમ્બુર સ્થિત પૈતૃક ઘર વેચી પરિવાર નજીક રહેવા જશે

રાજીવના મૃત્યુ બાદ આ ઘરમાં હું હવે એકલતા અનુભવું છું: રણધીર

મુંબઈ તા.1
રણધીરકપુર ચેમ્બુર સ્થિત પોતાનું પૈતૃક આઈકોનીક ઘર આર.કે.રેસીડેન્સ વેચીને પત્ની બબીતા, પુત્રીઓ કરીના-કરીશ્માના નિવાસસ્થાન પાસે રહેવા જશે. વીતેલા જમાનાના એકટર રણધીરકપુર તાજેતરમાં કોરોના પોઝીટીવ આવતા કોકીલાબેન અંબાણી હોસ્પીટલમાં દાખલ થયા હતા. તાજેતરમાં એક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તે ટુંક સમયમાં જ તેના ચેમ્બુર સ્થિત પૈતૃક ઘર વેચીને ત્યાંથી શિફટ થઈ રહ્યા છે. રણધીરકપુરે બાંદ્રામાં માઉન્ટ મેરી ચર્ચા પાસે, પત્ની બબીતા, દીકરીઓ કરીશ્મા-કરીનાના નિવાસ પાસે ઘર ખરીદ્યું છે. 74 વર્ષીય એકટરે જણાવ્યું હતું કે રાજીવ ત્યાં મોટેભાગે મારી સાથે રહેતો હતો. પૂણેમાં પણ તેનું ઘર હતું પણ મોટાભાગે સાથે તે મારી સાથે મુંબઈમાં રહેતો હતો પણ તેના મૃત્યુ બાદ હવે હું અહીં એકલતા અનુભવું છું એટલે હું મારા પરિવારની નજીક રહેવા માગુ છું. મારા માતા-પિતાએ મને આ ઘરમાં હું જયાં સુધી રહી શકું ત્યાં સુધી રહેવાનું કહ્યું હતું પણ હવે મેં આ ઘર વેચવાનો ફેસલો કર્યો છે.


Related News

Loading...
Advertisement