સુરતમાં કોરોના મૃતકના દર્શન, મોંમા ગંગાજળ મુકવાના રૂા.3000 ભાવ

01 May 2021 06:49 PM
Surat
  • સુરતમાં કોરોના મૃતકના દર્શન, મોંમા ગંગાજળ મુકવાના રૂા.3000 ભાવ

મૃતદેહોને સ્મશાનમાં પહોંચાડવા માટે પણ લેભાગુઓ રૂા.500 થી 1000 પડાવે છે.

સુરત તા.1
કોરોનાના કપરા કાળમાં એકબાજુ દર્દીનાં સગા વહાલાઓને મદદરૂપ થવા માનવતાનાં ઝરણા પણ વહેતા હોય છે તો માણસની કપરી સ્થિતિમાં મજબુરીનો ગેરલાભ લઈ મૃતદેહો પર કમાણી કરતા શેતાની તત્વો પણ સક્રિય બન્યા છે. સુરતમાં કોરોના મૃતકનાં અંતિમ દર્શન કરાવી મોંમા ગંગાજળ મુકવાના રૂા.3000 હજાર અને મૃતદેહ સ્મશાનમાં પહોચાડવાનાં 1000 લેભાગુઓ મૃતકના સ્વજનો પાસેથી પડાવતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.મૃતદેહ પર રૂપિયા પડાવતા લોકો દ્વારા મૃતકોનાં સ્વજનોને એવુ કહેવામા આવે છે કે મૃતદેહને જે સ્મશાનમાં લઈ જવા માટે કહેવાયુ છે. ત્યાં મોટુ વેઈટીંગ છે બોડી મુકીને પરત આવી જવુ પડશે. ત્યારબાદ વધુ ચર્ચા થયા બાદ કોઈ એવૂ સ્મશાન છે જયાં મૃતકનાં દર્શન કરાવવામાં આવશે.જેમાં ગંગાજળ મોંમા મુકવા તુલસી મુકવા માટે 3000 હજાર રૂપિયા થશે તેમ કહેવામાં આવે છે આવી ફરીયાદો બહાર આવી છે.


Loading...
Advertisement