શ્વાસ આપણો આત્મા અને શરીરને જોડનારો સેતુ : વિશેષ જાણકારી

03 May 2021 11:06 AM
Dharmik
  • શ્વાસ આપણો આત્મા અને શરીરને જોડનારો સેતુ : વિશેષ જાણકારી

ધ્યાનનો શ્વાસ સાથે ઘણો ગાઢ સંબંધ છે, મનની તમામ દશાઓ શ્વાસથી સંબંધિત છે:વિજ્ઞાન ભૈરવ તંત્ર સૂત્રમાં ધ્યાનને શ્વાસ સાથેના સંબંધ મહત્વનો બતાવાયો છે : જાપાન કદાચ એકલો દેશ છે, જયાં અધિકતમ લોકો પ્રસન્ન ચિત્ત જોવા મળે છે : વાસ્તવમાં ધ્યાન એવી પ્રક્રિયા છે જે સમસ્ત બાધાઓનો સ્વીકાર કરી લે છે

ધ્યાનને શ્વાસ સાથે શું સંબંધ છે તે અંગે ‘વિજ્ઞાન-ભૈરવ-તંત્ર સૂત્ર’માં વિસ્તૃત જાણકારી આપી છે.એ સમજી લેવાની જરૂર છે કે ધ્યાનનો શ્વાસ સાથે ઘણો ગાઢ સંબંધ છે. મનની તમામ દશાઓ શ્વાસથી સંબંધિત છે. સાધારણ રીતે જોયું હશે ક્રોધમાં શ્વાસ એક પ્રકારથી ચાલે છે, શાંતિમાં બીજા પ્રકારથી ચાલે છે, કામવાસનામાં તો શ્વાસની ગતિ તત્કાલ બદલાઇ જાય છે, જયારે શ્વાસ અત્યંત શાંત, ધીમો અને ઉંડેથી ચાલતો હોય તો મન અદભુત પ્રકારના આનંદનો અનુભવ કરે છે.


જાપાન કદાચ એકલો દેશ છે. જયાં અધિકતમ લોકો પ્રસન્ન ચિત્ત જોવા મળે છે આ સંદર્ભમાં સંશોધન ચાલતુ હતું કે ત્યાંના લોકોની પ્રસન્નતાનું કારણ શું છે ? ત્યારે આશ્ર્ચર્યજનક વાત બહાર આવી તે એ કે જાપાનમાં નાના-નાના બાળકોના મા-બાપ એક વાત જરૂર શીખવાડે છે કે જયારે પણ ક્રોધ ચઢે, મન અશાંત હોય, ચિંતા હોય ત્યારે ઉંડો શ્વાસ લેવો અને શ્વાસ પર ધ્યાન કરો. આ કારણે તેમના પુરા વ્યકિતત્વમાં બુનિયાદી અંતર આવેલ છે.આથી કયારેય પણ દિવસમાં કોઇપણ ક્ષણે અશાંતિ લાગે, ક્રોધ ચઢે, ચિંતા થાય ત્યારે એક મિનિટ માટે પ્રયોગ કરીને જોઇ લેવું, ઉંડો શ્ર્વાસ લેવો અને શ્ર્વાસ પર ધ્યાન આપવું અને જયારે ધ્યાન માટે બેસો ત્યારે અનિવાર્યરૂપથી દસ મિનિટ માટે પ્રથમ ઉંડો શ્વાસ લઇને, જો આ પ્રયોગ એક કલાક પુરો કરાય તો અલગથી બીજું કંઇ કરવાની જરૂર નથી.

શ્વાસ આપણો આત્મા અને શરીરને જોડનારો સેતુ છે, બ્રીજ છે તેના દ્વારા આત્મા અને શરીર જોડાયેલું છે. જયારે આપણે ઉંડો શ્વાસ લઇએ છીએ ત્યારે શરીર અને આત્માની વચ્ચેનું અંતર મોટુ થઇ જાય છે અને જયારે આપણે શ્વાસ પર ધ્યાન કરીએ ત્યારે શરીર ધીરે ધીરે બહાર અલગ પડેલું રહે છે આત્મા અલગ થઇ જાય છે અને ધ્યાન વચ્ચેના અંતરાલ પર થઇ જાય છે.જો દરરોજ એક કલાક ત્રણ મહિના સુધી એટલો જ પ્રયોગ કરો કે તમારૂ શરીર તમારાથી અલગ છે તેની સ્પષ્ટ પ્રતીતિ થઇ જશે આ કોઇ શાસ્ત્રમાં વાંચવું નહિ પડે, ઓછામાં ઓછા ત્રીસ ટકા લોકોને કોઇના કોઇ દિવસે આ અનુભવ થઇ શકે છે કે શરીર અલગ પડયું છે. હું અલગ ઉભો છું અને પોતાના જ પડેલા શરીરને જોઇ રહ્યો છું. શરીરની બહારનો અનુભવ થઇ શકે છે અને એકવાર પણ આ અનુભવ થઇ જાય તો મૃત્યુ સમાપ્ત થયું. કારણ કે ત્યારે આપણે જાણીએ છીએ કે શરીર જ મરશે મારા મારવાનું હવે કોઇ કારણ નથી અને જે વ્યકિતના જીવનથી મૃત્યુના ભય ચાલ્યો જાય. તે વ્યકિતના જીવનથી બધા ભય ચાલ્યા જાય છે કારણ કે મુળ ભય મૃત્યુ છે અને જે વ્યકિતને એવું અનુભવે કે હું શરીરથી અલગ છું, તેના જીવનમાં તે દ્વાર ખુલી જાય છે જે પ્રભુનું દ્વાર છે.


એટલા માટે પ્રથમ દશ મિનિટ માટે શ્વાસ પર થોડો પ્રયોગ કરો (યોગ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે) આ દસ મિનિટમાં શ્વાસ ઘણા ઉંડા લેવાના છે. જેટલા તમે લઇ શકો વગર દબાવ અને જોરથી, કોઇ પરેશાની અને તકલીફ ન હોય અને એ રીતે ઉંડાઇથી પાછો છોડવાનો છે. આપણા ફેફસામાં જો વધારે કાર્બન ડાયોકસાઇડ ભરેલો હોય તો ચિત્તનું શાંત થવું કઠિન થઇ જાય છે. જો આપણા પ્રાણોમાં ઘણું ઓકસીજન ચાલ્યુ જાય, લોહીમાં શ્વાસમાં અને બધી બાજુ પ્રાણવાયુ ભરાઇ જાય તો ધ્યાનમાં જવું ઘણુ આસાન થઇ જાય છે. આ પ્રયોગમાં સારૂં ધ્યાન શ્વાસ  પર જ રાખવાનું છે. શ્વાસ અંદર ગયો તો આપણે જાણી શકીએ છીએ કે શ્વાસ અંદર જઇ રહ્યો છે અને ધ્યાનને અંદર લઇ જવાનું છે. શ્ર્વાસ બહાર નીકળ્યો ત્યારે જાણવાનું છે કે શ્વાસ બહાર જઇ રહ્યો છે અને તેની સાથે જ ધ્યાનને બહાર લાવવાનું છે. ધ્યાન શ્ર્વાસના આવન-જાવનમાં જોડાશે અર્થાત આપણો શ્વાસ ભીતરમાં જાય તો ધ્યાન પણ ભીતરમાં જશે. બહાર આવે તો ધ્યાન બહાર આવે. શ્વાસની સાથે જ આપણા ચિત્તની ડોર બંધાઇ જાય બસ શ્ર્વાસ જ રહે અને બધુ મટી જાય દસ મિનિટ ઉંડો શ્વાસ લેવાનો છે અને શ્વાસની સાથે બહાર-અંદર જવાનું છે.


જો આપણે શ્વાસ પર ધ્યાન કરી રહ્યા છીએ તો બહારના વાતાવરણમાં પક્ષીઓ અવાજ કરી રહ્યા છે. કોઇ બાળકના દેકારાનો અવાજ આવે રસ્તામાંથી નીકળતા ટ્રકનો અવાજ આવે, ત્યારે ધ્યાન કરનારા લોકો, પ્રાર્થના-પૂજા કરનારા લોકો પરેશાન બને છે.જો ઘરમાં એક માણસ ધ્યાન કરવા લાગે તો તે ધ્યાનની પહેલા જેટલો અશાંત હતો, તેનાથી વધારે ધ્યાન કર્યા પછી જોવા મળશે. ઘરમાં વાસણ પડે, બાળક રડવા લાગે ત્યારે તેનો ક્રોધ વધી જશે, તેને લાગશે કે અવાજ થઇ રહ્યો છે. બાધા પડી રહી છે.


વાસ્તવમાં ધ્યાન એવી પ્રક્રિયા છે જે સમસ્ત બાધાઓનો સ્વીકાર કરી લે છે. કોઇપણ બાધાને અડચણરૂપ માનતી નથી અને જયાં સુધી આપણે એવી ધ્યાનની પ્રક્રિયા ન શીખી શકીએ કે જેમાં બાધાઓને પણ સીડીઓની જેમ પ્રયોગ કરી લે, ત્યાં સુધી ધ્યાનમાં જવું અસંભવ છે. કારણ કે અડચણો તો ચારેય તરફ છે પરંતુ એવું વિચારશો કે બાધા પડે છે તો બાધા પડવાની જ.અડચણો બાધાઓને કારણે નહિ, આપણી આ ભાવ-દશાના કારણે હોય છે કે બાધા પડી રહી છે. જો આ ભાવ-દશા છોડી દેવામાં આવે અને આપણે સ્વીકાર કરી લઇએ કે જે પણ થઇ રહ્યું છે, ઠીક છે. પક્ષી અવાજ કરે છે, સારૂ છે, કોઇ ટ્રક નીકળી રહ્યો હોય, બાળકના રડવાનો અવાજ આવતો હોય તેને સ્વાભાવિક ગણવું, જો બાધારૂપ સમજવામાં આવશે તો ધ્યાન અસંભવ બની જશે.


(ક્રમશ:)

 

 

જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો
શુક્રવારે 544મો પ્રાદુર્ભાવ ઉત્સવ : ભાવવંદના

આગામી તા. 7મીના શુક્રવારે શ્રીમદ્ વલ્લભાચાર્યની મહાપ્રભુજીની પ44મી જયંતી છે. કોરોનાના કારણે વૈષ્ણવ સમાજ દ્વારા ઘરમાં રહીને સાદગીથી ઉજવણી કરશે તેમણે ભારતના વ્રજ ક્ષેત્રમાં વૈષ્ણવ ધર્મના કૃષ્ણ કેન્દ્રીત પુષ્ટિ સંપ્રદાયના સ્થાપના કરી હતી તેમનો જન્મ તેલુગુ પરિવારમાં થયો હતો જે વારાણસીમાં રહેતો હતો.શ્રીમદ્ વલ્લભાચાર્યે બાળપણમાં વેદ અને ઉપનિષદનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ 20 વર્ષથી વધુ ભારતીય ઉપખંડમાં પ્રવાસ કર્યો. તેઓ પુષ્ટિ ઉપ પરંપરાના આચાર્ય અને ગુરૂ છે. જેની સ્થાપના તેમણે વેદાંત દર્શનની પોતાના અર્થઘટન પછી કરી હતી. તેમણે સંન્યાસ અને સાધુ જીવનને નકારીને જણાવેલ કે ભગવાન કૃષ્ણની પ્રેમાળ ભકિત દ્વારા કોઇપણ મુકિત પ્રાપ્ત કરી શકે છે. તેમનો વિચાર સમગ્ર ભારતમાં પ્રભાવશાળી બન્યો તેના ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરેમાં 84 બેઠકો દ્વારા સાબિત થાય છે.


શ્રી વલ્લભાચાર્યજીએ અનુભાષ્ય ષોડશ ગ્રંથ અથવા સોળ સ્તોત્રો (ગ્ંરથો) અને ભાગવત પુરાણ પરના અનેક વિવેચનો સહિત ઘણા ગ્રંથો લખ્યા છે. તેમના લખાણો અને કીર્તન રચનાઓ બાળક કૃષ્ણ અને તેના બાળપણના યશોદા દ્વારા યુવા કૃષ્ણના સારા (દૈવી કૃપા)ની સુરક્ષા અને રાક્ષસો તથા દુષ્ટતા પરની તેની જીત પર ધ્યાન કેન્દ્રીત કરે છેે. તેમના વારસો વ્રજ ક્ષેત્રમાં અને ખાસ કરીને ભારતના મેવાડ ક્ષેત્રના નાથદ્વારામાં જે મહત્વપૂર્ણ કૃષ્ણયાત્રાધામ છે. તેમણે પોતાને અગ્નિનો અવતાર ગણાવ્યો.


શ્રી વલ્લભાચાર્યનો જન્મ છત્તીસગઢના ચંપારણ્યમાં થયો હતો. તેમણે સાત વર્ષની વયે ચાર વેદના અધ્યયનથી અભ્યાસ શરૂ કર્યો. 11 વર્ષની વય સુધી અભ્યાસ કર્યા પછી તેઓ વૃંદાવન ગયા.વિજયનગર ખાતે રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં ભગવાન દ્વિવાદી છે કે દ્વિવાદવાદી વિષય પર થયેલી ચર્ચામાં શ્રી વલ્લભાચાર્યજીએ ભાગ લીધો હતો. 27 દિવસ સુધી ચર્ચા ચાલી હતી. 11 વર્ષની વયે ‘બાલા સરસ્વતી’ ઉપનામ મેળવનાર શ્રી વલ્લભાચાર્યનો વિજય થયો અને તેમનું સન્માન કરવામાં આવેલ. તેમણે મહાલક્ષ્મી સાથે લગ્ન કર્યા તેમના બે પુત્રો ગોપીનાથજી અને વિઠલનાથજી (ગુસાઇજી) હતા.શ્રી વલ્લભાચાર્યજીએ પર વર્ષની વયે કાશીના હનુમાન ઘાટમાં ગંગા નદીમાં સમાધિ લીધી.


Related News

Loading...
Advertisement