ભારતમાં સળગતી ચિતાઓની મજાક ઉડાવી ઘેરાયું ચીન: દુનિયામાં થયો ફજેતો

03 May 2021 02:48 PM
India World
  • ભારતમાં સળગતી ચિતાઓની મજાક ઉડાવી ઘેરાયું ચીન: દુનિયામાં થયો ફજેતો

સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીએ તસવીર શેયર કરી જેમાં એક બાજુ સળગતી ચિતા અને બીજી બાજુ ચીન દ્વારા લોન્ચ કરાયેલા રોકેટને બતાવાયું: હરકત સામે ચીનના લોકોએ જ ઠાલવ્યો ગુસ્સો

નવીદિલ્હી, તા.3
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ સોશ્યલ મીડિયા પર ભારતમાં સળગતી ચિતાઓની ભદ્દી મજાક ઉડાવવાની હિન ચેષ્ટા કરી છે. આ પછી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની ખુદ દેશની અંદર જ આકરાં શબ્દોમાં ઝાટકણી નીકળી રહી છે આમ છતાં તેની અકડ ઢીલી પડવાનું નામ લઈ રહી નથી.


ભારતમાં કોરોના મહામારી વચ્ચે મદદનો દાવો કરી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહેલા ચીનની હલકી માનસિકતાને ખુદ તેની જ પાર્ટીએ દુનિયા સામે ઉજાગર કરી દીધી છે જેના કારણે ચીનની સત્તારૂઢ પાર્ટીની દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાં જોરદાર ટીકા થઈ રહી છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ભારતમાં કોરોના મહામારીની મજાક ઉડાવી અને કહ્યું કે ભારતમાં ચિતાઓ સળગી રહી છે જેની સામે ચીન અત્યારે અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન તૈયાર કરી રહ્યું છે.


ચીનની માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ વીબો પર કોમ્યુનિસ્ટ પાર્ટીના સેન્ટ્રલ પોલિટિકલ એન્ડ લીગલ અફેયર્સના એકાઉન્ટ પરથી કરવામાં આવેલી આ વિવાદિત પોસ્ટ બાદ સોશ્યલ મીડિયામાં બબાલ થઈ પડી છે. આ પોસ્ટમાં એક બાજુ ચીનના રોકેટ લોન્ચ કરવા અને બીજી તરફ ભારતમાં મૃતદેહોને અગ્નિદાહ અપાતો હોય તેવી તસવીર બતાવવામાં આવી છે. આ પોસ્ટમાં કેપ્શન લખાયું છે કે ‘ચીનમાં આગ જલાવવી વિરુદ્ધ ભારતમાં આગ જલાવવી...’


આ પોસ્ટ પર ચીનના સોશ્યલ મીડિયા યુઝર્સે જ પોતાની સરકારની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. વીબો યુઝર્સે કહ્યું કે આ પોસ્ટ અનુચિત છે અને ચીને ભારત પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ. આ ટીકા બાદ ચીનની ‘સરકારી પીપૂડી’ ગ્લોબલ ટાઈમ્સના એડિટર હુ શિઝિને લખ્યું કે ભારત માટે માનવીયતાના ઝંડાને આ વખતે ઉપર ઉઠાવવો જોઈએ. જો કે બાદમાં તેનો ચહેરો પણ દુનિયા સામે આવી જ ગયો હતો. હુ શિઝિને ટવીટ કરીને કહ્યું કે અનેક ચીની લોકો એવા છે જેમને ચિંતા છે કે ઑત્રક્સજન ક્ધસટ્રેટર્સ અને વેન્ટીલેટર જેવી ઈમરજન્સી સપ્લાય જે ચીન ભારતને કરશે તેનો ઉપયોગ ભારતના ગરીબ દર્દીઓને બચાવવાની જગ્યાએ દેશના અમીરોની જરૂરિયાતને પૂરી કરશે. આ પ્રકારે ગ્લોબલ ટાઈમ્સના એડિટરે ભારતની વ્યવસ્થા ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા.


Related News

Loading...
Advertisement