અમદાવાદમાં આઇપીએલનો આજનો મેચ રદ : કલકત્તા નાઇટ રાઇડર્સના બે પ્લેયર કોરોના સંક્રમિત

03 May 2021 02:49 PM
Sports
  • અમદાવાદમાં આઇપીએલનો આજનો મેચ રદ : કલકત્તા નાઇટ રાઇડર્સના બે પ્લેયર કોરોના સંક્રમિત

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આઇપીએલનો કલકત્તા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મેચ રમાવાનો હતો જે મુલત્વી રાખવામાં આવ્યો છે : કલકત્તાના પેટ કમિન્સ સહિત અનેક ખેલાડીઓ સંક્રમણના પ્રાથમિક લક્ષણો સાથે આઇસોલેશનમાં

રાજકોટ, તા.3
દેશમાં રમાઇ રહેલ આઇપીએલ ઉપર પણ કોરોનાનું સંક્રમણ અસર કરવા લાગ્યું છે અને બાયો બબલ સહિતની અત્યંત આકરી વ્યવસ્થા હોવા છતાં પણ કોલકત્તા નાઇટ રાઇડર્સના બે ખેલાડી કોરોના સંક્રમિત હોવાના પ્રાથમિક સંકેતો મળતાં જ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર લીગ મેચ રદ કરવામાં આવ્યો છે અને

જે ખેલાડીઓને સંક્રમણના પ્રાથમિક લક્ષણ છે તેમને તૂર્ત જ આઇસોલેટ કરાયા છે અને અન્ય ખેલાડીઓના પણ ટેસ્ટ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાં વધુ ખેલાડીઓ સંક્રમીત હોઇ શકે છે. બાયો બબલ વચ્ચે પણ કોઇપણ રીતે કોરોનાના વાયરસનું સંક્રમણ ખેલાડીઓ સુધી પહોંચી ગયું છે અને તેથી હાલ પરિસ્થિતિનો તાગ મેળવાઇ રહ્યો છે અને જરૂર પડે વધુ મેચો પણ કેન્સલ થાય તેવી શકયતા નકારાતી નથી.

અમદાવાદમાં આજના મેચ સહિત લીગના ત્રણ મુકાબલા બાકી છે. પ્રેક્ષકો વગર રમાતી આ મેચમાં ખેલાડીઓને સંક્રમણ ન લાગે તે માટે સ્ટેડિયમથી લઇ હોટલ તમામમાં બાયો બબલની વ્યવસ્થા અમલી બનાવાઇ છે. જે અત્યાર સુધી કારગત નિવડી હતી. પરંતુ પ્રથમ વખત લીગના મેચ સમયે જ સંક્રમણ થયા હોવાના સંકેતથી આઇપીએલની ચિંતા વધી ગઇ છે.

કોલકત્તાના ખેલાડી પેટ કમિન્સ અને અન્ય ખેલાડીઓ સંક્રમીત છે અને તેમનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સાવચેતી રૂપે આજનો મેચ રદ કરાયો છે અને અન્ય મેદાન પર રમાતા મેચમાં પણ એસઓએસ મોકલી દેવાયો છે. અગાઉ જ આઇપીએલમાં સંક્રમણની ચિંતા હતી તે વાસ્તવીક બની છે.


Related News

Loading...
Advertisement