શેરબજાર પ્રારંભીક 700 પોઈન્ટના કડાકા બાદ રિકવર: હેવીવેઈટ શેરોમાં મોટાપાયે લેવાલી

03 May 2021 04:03 PM
Business
  • શેરબજાર પ્રારંભીક 700 પોઈન્ટના કડાકા બાદ રિકવર: હેવીવેઈટ શેરોમાં મોટાપાયે લેવાલી

ચૂંટણીમાં ભાજપનો અપેક્ષિત દેખાવ ન રહ્યાનો ગભરાટ દુર: મેટલ શેરોમાં ઉછાળો; બેંક શેરો નબળા

રાજકોટ તા.3
પશ્ચીમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નબળા દેખાવ જેવા કારણોને ડીસ્કાઉન્ટ ગણીને શેરબજાર પ્રારંભીક કડાકા બાદ ફરી તેજીના પાટે ચડી ગયુ હતું. અંતિમ કલાકમાં ગ્રીનઝોનમાં આવવા સાથે 50 પોઈન્ટનો સુધારો સૂચવતુ હતું.

શેરબજારમાં આજે ઉઘડતામાં ગભરાટભરી વેચવાલી હતી. કોરોનાથી અર્થતંત્રને ફટકો પડવાની આશંકા, ફરી લોકડાઉનના ભણકારા તથા વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો અપેક્ષિત દેખાવ ન રહેવાના કારણોથી માનસ ખરડાયુ હતું. બેંકોની આગેવાનીમાં હેવીવેઈટ શેરો પટકાવા લાગ્યા હતા. જો કે, ગભરાટ વધુ વખત ચાલ્યો ન હતો. નીચા ભાવે પસંદગીના ધોરણે લેવાલીથી રિકવરી આવવા લાગી હતી. અંતિમ તબકકામાં માર્કેટ ગ્રીનઝોનમાં આવી ગયુ હતું.

એકંદરે ટ્રેન્ડ મીશ્ર હતો. બેંક શેરો દબાણમાં હતા પરંતુ મેટલ ઓટો જેવા શેરોમાં ઉછાળો હતો. કોર્પોરેટ ક્ષેત્રના પ્રોત્સાહક પરિણામોની સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટની પકકડ મોટા ઓપરેટરો-તેજી ગ્રુપના હાથમાં હોવાથી દરેક આંચકા પચાવાય રહ્યા છે. આજે હિન્દ લીવર, ડો. રેડ્ડી, અદાણી પોર્ટ, ભારતી એરટેલ, ટીસ્કો, બજાજ ફાઈનાન્સ, સેઈલ, ટાટા મેયાલીક, ઈન્ફોસીસ, મારૂતી, નેસલે જેવા શેરોમાં સુધારો હતો.

ટાઈટન, ઈન્ડુસઈન્ડ બેંક, એકસીસ બેંક, રીલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, સ્ટેટ બેંક વગેરેમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 47 પોઈન્ટના સુધારાથી 48830 હતો તે ઉંચામાં 48863 તથા નીચામાં 48028 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 33 પોઈન્ટના સુધારાથી 14664 સાંપડયો હતો તે ઉંચામાં 14673 તથા નીચામાં 14416 હતો.


Related News

Loading...
Advertisement