શમ્મી કપૂરના લગ્ન મામલે ભાંગરો વાટયા બાદ મનોજ મુંતશીરે ભૂલ સ્વીકારી

03 May 2021 05:04 PM
Entertainment
  • શમ્મી કપૂરના લગ્ન મામલે ભાંગરો વાટયા બાદ મનોજ મુંતશીરે ભૂલ સ્વીકારી

ઇન્ડિયન આઇડલ-12 માં મુંતશીરે કહેલું-ગીતા બાલીના મૃત્યુ બાદ શમ્મી કપુરે લગ્ન નહોતા કર્યા

મુંબઇ :
સોની ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ-12’માં તાજેતરના એપિસોડમાં જાણીતા ગીતકાર અને સ્ક્રીન રાઇટર મનોજર મુંતશીરે શમ્મી કપૂરના લગ્ન મામલે ભાંગરો વાટતા આ મામલે ટિકા થતા તેણે દિલગીરી વ્યકત કરતા જણાવ્યુ હતું કે મારાથી હકીકત દોષ થઇ ગયો હતો.

‘તેરે સંગ યારા’ જેવા ગીતો લખનાર તેમજ ‘બાહુબલી-ર’, ‘બ્લેક પેન્થર’ જેવી ફિલ્મોના સંવાદ લેખક મનોજ મુંતશીરે એપિસોડમાં શમ્મી કપુર અને ગીતા બાલીના લગ્ન પ્રસંગનો કિસ્સો ટાંકતા જણાવ્યું હતું કે શમ્મી કપુર અને ગીતા બાલીએ મંદિરમાં જઇને લગ્ન કર્યા હતા. જયારે માથામાં સિંદુર પુરવાની વાત આવી તો ગીતા બાલીએ તેના પર્સમાંથી લિપસ્ટિક કાઢને શમ્મી કપુરને કહયુ હતું કે આનાથી મારી માંગ ભરો.

આ કિસ્સો વર્ણવ્યા બાદ મનોજે જણાવ્યુ હતું કે ગીતા બાલીના મૃત્યુ બાદ શમ્મી કપુરે ફરી કયારેય લગ્ન કર્યા નહોતા. જોકે સત્ય એ છે કે ગીતા બાલીના મૃત્યુના ચાર વર્ષ બાદ શમ્મી કપુરે ગુજરાતના ભાવનગરના રાજવી પરિવારના કુંવરી નીલા દેવી સાથે લગ્ન કર્યા હતા. આ મામલે ટીકા થતા અને હકીકત ધ્યાને આવતા મનોજ મુંતશીરે પોતાની ભુલનો ટવીટરમાં સ્વીકાર કર્યો હતો.


Related News

Loading...
Advertisement