‘ઈન્ડીયન આઈડલ-12’માં જજ નેહા કકકર, વિશાલ, હિમેશ પાછા ફરશે કે નહિં?

03 May 2021 05:06 PM
Entertainment
  • ‘ઈન્ડીયન આઈડલ-12’માં જજ  નેહા કકકર, વિશાલ, હિમેશ પાછા ફરશે કે નહિં?

છેલ્લા કેટલાંક સમયથી લોકપ્રિય જજ પેનલ અદ્રશ્ય

મુંબઈ તા.3
ટીઆરટીમાં અગ્રેસર સોની ટીવીનાં રિયાલીટી શો ‘ઈન્ડીયન આઈડલ-12’માં છેલ્લા કેટલાંક દિવસોથી લોકપ્રિય જજ કમ જાણીતા ગાયક સંગીતકારો હિમેશ રેશમીયા, નેહા કકકર, વિશાલ ડડલાની અદ્રશ્ય છે. ફરી આ જજ ઈન્ડીયન આઈડલમાં દેખાશે કે કેમ તે પ્રશ્ર્ન છે. તેમની ગેરહાજરીથી ફેન્સ પણ નાખુશ છે. ફેન્સ ફાઈનલ એપિસોડનાં આ જજને જોવા માંગે છે. શોમાં આગામી એપિસોડમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. દર્શકો માટે કેટલાક ફેરફારો સારા છે. તો કેટલાંક અપસેટ કરે તેવા છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીનાં કારણે મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં શુટીંગ પર રોક લગાવી છે.જેથી મેકર્સ પોતાના શોનું શુટીંગ દમણમાં શીફટ કરી રહ્યા છે. જેના કારણે હિમેશ, નેહા, ડડલાણી પોતાના અન્ય પ્રાયોર કમીટમેન્ટના કારણે પ્રવાસ કરી શકે તેમ ન હોઈ હાલ ઈન્ડીયન આઈડલ-12 માં ગીતકાર મનોજ મુંતાર અને સંગીતકાર અન્નુ મલ્લીક જજની ભુમિકામાં જોવા મળી રહ્યા છે. જો મુંબઈમાં શોનું શુટીંગ શકય બને તો વિશાલ, નેહા, હિમેશ ફાઈનલમાં જોવા મળી શકે. હાલમાં તો દર્શકોએ તેમની પ્રિય જજ પેનલ વિના શો જોવો પડશે.


Related News

Loading...
Advertisement