મમતાએ નંદીગ્રામ આપીને બંગાળ જીત્યુ : રિવર્સ ધ્રુવીકરણનો પણ ફાયદો ઉઠાવ્યો

03 May 2021 05:13 PM
India Politics Top News
  • મમતાએ નંદીગ્રામ આપીને બંગાળ જીત્યુ : રિવર્સ ધ્રુવીકરણનો પણ ફાયદો ઉઠાવ્યો

પ.બંગાળમાં તૃણમુલ કોંગ્રેસે દરેક બેઠક પર ખાસ વ્યુહરચના ઘડીને આ વિજય મેળવ્યો છે:ભાજપે હિન્દુ મતના ધ્રુવિકરણનો ખેલ નાંખ્યો તેનો સીધો ફાયદો મમતાને થયો : તમામ હિન્દુ મત ભાજપને મળ્યા નહીં પણ 30 ટકા મુસ્લિમ મતો કોંગ્રેસ અને ડાબેરીના બદલે મમતાને મળ્યા:નંદીગ્રામને હોટ સીટ બનાવીને શુભેન્દુ અધિકારીને આસપાસની 8 થી 10 સીટ માટે પ્રચાર કરવા જતા રોકી લીધા : ભાજપના ટોચના નેતાઓ પણ નંદીગ્રામ આસપાસ જ ફરતા રહયા:સૌથી વધુ મુસ્લિમ બેઠક ધરાવતા માલદા, મુર્શીદાબાદ અને કોલકતાની 9 બેઠકોમાં મમતાનો દબદબો : મોદીએ છેલ્લી ઘડીએ પોલેરાઇઝેશનનો આડકતરો ઇશારો કર્યો પણ ત્યાં મોડુ થઇ ગયુ હતુ

નવી દિલ્હી તા. 3 : પ.બંગાળના ચુંટણી પરીણામોમાં ફરી એક વખત મમતાના આગમનથી આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચુંટણીઓમાં ભાજપ પર જબરુ દબાણ સર્જાયુ છે અને મમતા બેનરજીએ એક આબાદ દાવમાં ભાજપના ધ્રુવીકરણનો સૌથી મોટો ફાયદો ઉઠાવ્યો તો બીજી તરફ નંદીગ્રામમાંથી ચુંટણી લડીને ભાજપની સમગ્ર મશીનરીને નંદીગ્રામમાં કેન્દ્રીત કરીને આખુ પ.બંગાળ જીતી લીધુ હોવાનુ રાજકીય અનુમાન મુકાય રહયુ છે. મમતાએ ‘ખેલા હોબે’ નો દાવ અજમાવ્યો હતો અને તે સફળ રહયો છે.

21 માર્ચના તમ્કુલની એક હોટલમાં નંદીગ્રામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધીકારી એ બંધ બારણે બેઠક કરી હતી. અને તે સમયે મમતા બેનરજીએ પોતાની નંદીગ્રામ રણનીતી પર કામ કરવાનું શરુ કરી દીધુ હતુ. નંદીગ્રામ વિધાનસભા સીટ પર મમતાએ ઉમેદવારી નોંધાવીને આ બેઠકને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધી. તેઓ જાણતા હતા કે શુભેન્દુ અધીકારી આ વિસ્તારમાં મજબુત વર્ચસ્વ ધરાવે છે અને તેમના માટે મોટો પડકાર સર્જી શકે છે. અને ભાજપ તેની ચાલમાં આવી ગયુ. સૌ પ્રથમ તો ભાજપે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહીતના અનેક મોટા નેતાઓને નંદીગ્રામમાં કેમ્પ કરવા માટે જણાવી દીધુ.

એટલુ જ નહીં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, તથા ભાજપમાં ભળેલા અભીનેતા કમ નેતા મીથુન ચક્રવર્તી સહીતના દિગ્ગજો નંદીગ્રામમાં પ્રચારમાં જોડાતા રહયા. સુત્રોના જણાવ્યા મુજબ આ સમય દરમ્યાન ટીએમસીએ શુભેન્દુ અધીકારીના વર્ચસ્વ હેઠળની આસપાસની 10 થી 1ર સીટમાં પોતાનો પ્રભાવ પાથરવાનું શરુ કરી દીધુ અને અધીકારી પોતાની બેઠક છોડીને ત્યા પ્રચારમાં પહોંચી શકયા નહીં. આ ઉપરાંત દરેક વિધાનસભા બેઠક પર પ્રશાંત કીશોરની એક ટીમ પહોંચી જતી હતી અને તે બેઠકના પ્લસ માઇન્સના હીસાબે પ્રચાર વ્યુ ગોઠવતા હતા અને પ્રશાંત કીશોરે દરેક ક્ષેત્રોમાં એરીયા મેનેજરની નીયુકતી કરી હતી. આ ઉપરાંત રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ભાજપના નેતાઓના કેટલાક વિધાનો પણ મમતા માટે ફાયદો કરી ગયા.

ખાસ કરીને મુશ્લીમ મતદારો કે જેમાં પણ ધ્રુવીકરણ શકય બને તેવુ હતુ. તે સંપુર્ણપણે મમતા તરફ સ્વીચ ઓવર થઇ ગયા. ભાજપે ધ્રુવીકરણનો પ્રયત્ન કર્યો અને હિન્દુ મતદારોને પોતાની સાથે રાખીને બેઠક જીતવા પ્રયત્ન કર્યો પણ પ.બંગાળ એ કોમી રાજય નથી અને તેથી ધ્રુવીકરણ પુરુ કરી શકયા નહી. એક સમયના કોંગ્રેસના ગઢ ગણાતા માલદા અને મુર્શીદાબાદ જીલ્લામાં તૃણમુલ નબળી હતી. પરંતુ ધ્રુવીકરણના હીસાબે તે મજબુત થઇ ગઇ. બીરભુમી કે જે 37 ટકા મુસ્લીમ મતદાર ધરાવતા હતા અને 10 થી 11 બેઠકો પર તેમનો પ્રભાવ હતો ત્યાં પણ મમતાને ફાયદો થઇ ગયો. મુર્શીદાબાદની 20 માંથી 16 બેઠકો તૃણમુલના ફાળે ગઇ. માલદાની 9 માંથી પ અને કોલકતાની 9 બેઠકો તૃણમુલને મળી હતી. માલદામાં 51 ટકા અને મુર્શીદાબાદમાં 66 ટકા મુસ્લીમ મતદારો હતા. ર016માં અહીં તૃણમુલને એકપણ બેઠક મળી ન હતી અને તે સમયે કોંગ્રેસ અને ડાબેરીઓનો દબદબો હતો. મુર્શીદાબાદમાં રર માંથી 4 બેઠકો 2016માં તૃણમુલને મળી હતી. જયારે ડાબેરી અને કોંગ્રેસને 14 બેઠક મળી હતી.


વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લે ધ્રુવીકરણનો પ્રયાસ કર્યો હતો અને એવુ વિધાન કર્યુ કે હું જો તમામ હિન્દુ મતો એકતરફ મતદાન કરે તેવી અપીલ કરુ તો મારા પર ચુંટણી પંચની નોટીસ આવી જાય. તેમનો ઇશારો મમતાના એ વિધાન ઉપર હતો જયાં તેમણે મુસ્લિમ મતોને એકતરફ થવા અપીલ કરી હતી. મોદીની અપીલ પુરેપુરી સફળ ન થઇ મમતાની અપીલ કામ કરી ગઇ.


Related News

Loading...
Advertisement