વડાપ્રધાન મોદીએ કહ્યું- ‘મમતા દીદીને શુભેચ્છા’

03 May 2021 06:28 PM
India Politics
  • વડાપ્રધાન મોદીએ કહ્યું- ‘મમતા દીદીને શુભેચ્છા’

ગત ચૂંટણી કરતા આ વખતે ભાજપને વધુ સીટ: પીએમએ પશ્ચિમ બંગાળની જનતાનો પણ આભાર માન્યો

નવી દિલ્હી, તા.3
બંગાળમાં ટીએમસીની જીત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીને શુભેચ્છા પાઠવી છે.પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, દીદી તમને ટીએમસીની જીત પર શુભેચ્છા. કેન્દ્ર રાજ્યના લોકોની આશા પૂરી કરવા અને કોરોના સંકટથી લડવા માટે પશ્ચિમ બંગાળ સરકારને સંભવ મદદ કરતું રહેશે.પીએમ મોદીએ પોતોના બીજા એક ટ્વિટમાં પશ્ચિમ બંગાળની જનતાને સંબોધિત કરતાં લખ્યું, હું પશ્ચિમ બંગાળના ભાઈઓ અને બહેનોને ધન્યવાદ આપવા ઈચ્છું છુ, જેમને અમારી પાર્ટીને આશીર્વાદ આપ્યા. જ્યાં પહેલા પાર્ટીની લગભગ ના ને બરાબર હાજરી હતી,ત્યાં હવે તેમાં વધારો થયો છે. ભાજપ લોકોની સેવા ચાલું રાખશે. ચૂંટણીમાં મહેનત માટે હું દરેક કાર્યકર્તાની પ્રશંસા કરું છું. પીએમ મોદી પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ મમતા બેનર્જીને જીત માટે શુભેચ્છા આપી હતી.


Related News

Loading...
Advertisement