80ના દશકાની અભિનેત્રી ગીતા બહલનું કોરોનાથી નિધન

03 May 2021 06:34 PM
Entertainment
  • 80ના દશકાની અભિનેત્રી ગીતા બહલનું કોરોનાથી નિધન

1982માં ગુજરાતી ફિલ્મ ‘નસીબનું ખેલ’ માં પણ અભીનય કર્યો હતો

મુંબઈ તા.3
80ના દશકમાં ઋષિકપુરથી લઈ શત્રુઘ્ન સિન્હા જેવા મોટા અભિનેતા સાથે કામ કરી ચૂકેલ અભિનેત્રી ગીતા બહલનું શનિવારે રાત્રે કોરાના મહામારીના કારણે નિધન થયું હતું. કોરોના પોઝીટીવ ગીતા બહલને 19 એપ્રિલના મુંબઈની મુંબઈની જુહુ સ્થિત ક્રીટીકેયર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. ગીતા બહલે 64 વર્ષની વયે દુનિયાને અલવિદા કરી દીધું.ગીતા બહલ 80 અને 90ના દશકમાં કેટલીક ફિલ્મોમાં હિરો તરીકે કામ કરી ચૂકેલ અભિનેતા રવિ બહલની બહેન હતા. ગીતાની સાથે ભાઈ રવિ 85 વર્ષીય તેની માતા અને ઘરમાં કામ કરતી બાઈ કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી.


Related News

Loading...
Advertisement