મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાન : બે દિવસમાં જ ર૪૮ તાલુકાની ૧૪,ર૪૬ ગ્રામ પંચાયતોમાં ૧૦ હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ થયા

03 May 2021 10:11 PM
Government Gujarat
  • મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાન : બે દિવસમાં જ ર૪૮ તાલુકાની ૧૪,ર૪૬ ગ્રામ પંચાયતોમાં ૧૦ હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ થયા

● ૧ લી મે ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થયેલા આ રાજ્યવ્યાપી અભિયાનને ગ્રામીણ લોકભાગીદારીનો વ્યાપક પ્રતિસાદ મળ્યો ● આ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સમાં ભોજન - સ્ટાન્ડર્ડ દવાઓ સહિતની સેવાઓ ગ્રામીણ જનશક્તિની ભાગીદારીથી સરકારના ગ્રામવિકાસ - પંચાયત વિભાગના સહયોગથી ઉપલબ્ધ બની

રાજકોટઃ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આહવાનને પગલે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાન શરૂ થયાના માત્ર બે જ દિવસમાં રાજ્યના ર૪૮ તાલુકાના ૧૪ હજાર ગામોમાં ૧૦ હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ કાર્યરત થઇ ગયા છે. ૧ લાખ ૫ હજારથી વધુ બેડની સુવિધા સાથેના આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામીણ નાગરિકોને આઇસોલેશન - પ્રાથમિક સારવાર સુવિધા મળશે.

મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપીલ કરી હતી. એટલું જ નહિ, આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા - જમવા તેમજ સ્ટાન્ડર્ડ દવાઓ, આયુર્વેદીક ઊકાળા, વિટામિન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન પણ તેમણે કર્યુ હતું. આ અપીલને પગલે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તાલુકા વિકાસ અધિકારી અને ગામના અગ્રણીઓની ૧૦ વ્યક્તિઓની સમિતિને લોકભાગીદારીથી જોડી વધુને વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે.

આ ૧૦૩ર૦ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં ૮૩ સેન્ટર્સમાં ૧૨૪૨ બેડ માંડીને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ૮૯૭ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૬૪૦૦ પથારીની સુવિધા સાથે ઊભા કરવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement