જસદણના ઉદ્યોગપતિ તથા વેપારીની ઓકસીજન, ફલોકીટની અનન્ય સેવા

04 May 2021 09:48 AM
Jasdan
  • જસદણના ઉદ્યોગપતિ તથા વેપારીની
ઓકસીજન, ફલોકીટની અનન્ય સેવા
  • જસદણના ઉદ્યોગપતિ તથા વેપારીની
ઓકસીજન, ફલોકીટની અનન્ય સેવા

જસદણ, તા. 4
જસદણના કિસાન ઇન્ડસ્ટ્રીઝ તથા આદિત્ય ગેસ્ટ હાઉસ વાળા યુવા ઉદ્યોગપતિ હરેશભાઈ ધાધલ કોરના દર્દીઓને ઓક્સિજન બોટલ ની સેવા તથા ગીતા સેલ્સ કોર્પોરેશન વાળા યુવા વેપારી મહેન્દ્રભાઈ હિરપરા ઓક્સિજનની ફ્રલો કીટ ની સેવા પુરી પાડી સેવા કાર્ય કરી રહ્યા છે.


કોરોના મહામારીમાં ઉત્તમ કાર્ય કરી રહેલ, હરેશભાઈ ધાધલ તથા મહેન્દ્રભાઈ હિરપરા આ બંને આગેવાનો દ્વારા અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ ને મદદ મળી છે અને ખરા સમયે ગરીબ દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન પૂરૂ પાડીને ઉત્તમ અનોખી સેવા પૂરી પાડી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે.


જસદણ શહેર ઉપરાંત વિછીયા આ બંને તાલુકામાં પણ ગામડાઓમાં પણ જરૂરીયાત મંદ દર્દીઓને ઓક્સિજન બોટલ તથા ફલો કીટ પહોંચાડીસેવા હી પરમ ધર્મ નિભાવી રહયા છે હાલ કોરોના મહામારી ચાલી રહીં છે, ત્યારે હરેશભાઈ ધાધલ જરૂરીયાત મંદોની સેવા માટે આગળ આવ્યા છે. કોરોના કાળમાં અત્યંત જરૂરી એવા ઓક્સિજનની સેવા પૂરી પાડી રહ્યા છે.


હોસ્પિટલોમાં બેડની સાથે સાથે ઓક્સિજન પણ ખૂટી રહ્યા છે. જેથી આ ઉદ્યોગપતિએ ઓક્સિજન જરૂરિયાતમંદ દર્દીની સેવામાં આપવાનું વિચાર્યું અને. છેલ્લા 45 દિવસથી રાત-દીવસ જોઈઆ વિના 24 કલાક સેવા માટે તત્પર રહી, જરૂરિયાત મંદ દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી રહ્યા છે. અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકોને ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડી છે. તેમજ યુવા વેપારી મહેન્દ્રભાઈ હિરપરા છેલ્લા કેટલાક દિવસો થી રાત-દિવસ જોયા વગર ઓક્સિજનના બાટલા ની ફલો કીટ વિનામૂલ્યે પૂરી પાડીને અનેક દર્દીઓ ના જીવ બચાવ્યા છે આ બંને આગેવાનો હરેશ ભાઈ ધાધલ તથા મહેન્દ્રભાઈ હિરપરા અડધી રાતે પણ ઓક્સિજનના બાટલા તથા ફલો કીટ પુરી પાડવા તત્પર રહે છેઆ બંને આગેવાનોને જસદણના જાગૃત નગરસેવક તથા માનદ પત્રકાર નરેશભાઇ ચોહલીયાએ ધન્યવાદ પાઠવેલ છે.


Loading...
Advertisement