ઉપલેટામાં ક્ષત્રિય અગ્રણી દ્વારા ઓકસીજનની વિનામૂલ્યે સેવા

04 May 2021 09:50 AM
Dhoraji
  • ઉપલેટામાં ક્ષત્રિય અગ્રણી દ્વારા ઓકસીજનની વિનામૂલ્યે સેવા

માનવતાવાદી કાર્યમાં આરએસએસની ટીમ ખડેપગે

(જગદીશ રાઠોડ) ઉપલેટા, તા. 4
દેશ અને રાજય સાથે જયારે આપતી આવે છે ત્યારે ક્ષત્રીયોએ રજવાડા પણ આપી દીધાના બનાવો ઇતિહાસના સાક્ષી છે. હાલ પણ દેશ ઉપર કોરોના મહામારી આવી છે ત્યારે ક્ષત્રીયોનું દિલ સેવામાં હંમેશા પ્રથમ હોય છે. આવા ક્ષત્રીય અગ્રણી ઉ5લેટાના રવિરાજ એન્ટરપ્રાઇઝવાળા હકુભા કીરીટસિંહ વાળા ર4 કલાક વિનામૂલ્યે ઓકસીજન આપી અનેક પરિવારના ઘરના સભ્યોમાં પ્રાણવાયુ પુર્યા છે.
તાલુકાના પ્રાસલા ગામના વતની અને ઉપલેટા શહેરને કર્મભૂમિ બનાવનાર હકુભાએ કોરોના જંગમાં ઉતરી પોતાની સેવાની મિશાલ પ્રગટાવી છે શહેરમાં છેલ્લા માસથી ઓકસીજનના અભાવે ઘણા લોકોના જીવ ગુમાવાનો વારો આવ્યો છે ત્યારે જેના દિલમાં બીજાનું દુ:ખને પોતાનુ દુ:ખ માની શહેરમાં જયારે સેવાની જરૂર પડે ત્યારે તેમની સેવા હંમેશા હોય છે કોરોના મહાકારીમાં છેલ્લા 1પ દિવસથી શહેરના શીશુ મંદિર ગ્રાઉન્ડમાં 100 કરતા વધુ ઓકસીજનની બોટલો ઉતારી કોઇપણ વ્યકિતને નાત જાતના ભેદભાવ વગર ર4 કલાક ઓકસીજનનની વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે.


Loading...
Advertisement