12 વર્ષનાં બાળકની સિદ્ધિ:હાઈસ્કુલ અને કોલેજ કક્ષાની ડિગ્રી મેળવી

04 May 2021 10:10 AM
World
  • 12 વર્ષનાં બાળકની સિદ્ધિ:હાઈસ્કુલ અને કોલેજ કક્ષાની ડિગ્રી મેળવી

ઉતરી કેરોલિનાનાં માઈક વિમરે મહામારી દરમ્યાન ભણતરમાં જોરદાર મહેનત કરી

વોશીંગ્ટન તા.4
જે વયમાં બાળકો સાતમાં-આઠમાં ધોરણની પરીક્ષાઓ આપતા હોય છે તે વયમાં કોઈ બાળક ડીગ્રી હાંસલ કરે તો તે આશ્ર્ચર્યની વાત છે.ઉતરી કેરોલિનામાં 12 વર્ષના બાળકે આમ કરી દેખાડયુ છે. બાળકે મહામારી દરમ્યાન જોરદાર અભ્યાસ કર્યો અને સ્કુલમાં કેટલાંક વધારાનો અભ્યાસક્રમ હવે માઈક વિમર નામના આ બાળકની પાસે એક સપ્તાહમાં સ્કુલ અને સ્નાતકની બન્ને ડીગ્રીઓ હશે. વિમર ચાર વર્ષનું સ્કુલનું ભણતર એક વર્ષમાં પુરૂ કરી લીધુ છે.વિયરે ખુદે ટ્રાયલ અને ભુલો કરી અને સાથે સાથે ઓનલાઈન વિડીયોનાં માધ્યમથી લગભગ બધી પ્રોગ્રામીંગ અને રોબોટીક જાણકારી શીખી છે. ‘રિફલેકટ સોશ્યલ’ના નામથી તેણે પોતાનું સ્ટાર્ટઅપ પણ શરૂ કયુર્ં છે. આ બાળક બીજાની મદદ કરવાની ઈચ્છા પણ રાખે છે.


Related News

Loading...
Advertisement