ઢાંકના પ્રા.આ. કેન્દ્રના મેડીકલ ઓફિસરની વર્તણુંક સામે ફરીયાદ

04 May 2021 10:39 AM
Dhoraji Crime
  • ઢાંકના પ્રા.આ. કેન્દ્રના મેડીકલ ઓફિસરની વર્તણુંક સામે ફરીયાદ

(પંકજગીરી ગોસ્વામી)
ઢાંક, તા. 4
ઉપલેટા તાલુકાના ઢાંક ગામના હાલ કોરોના અતિ સંક્રમણ દિન પ્રતિદિન ફેલાઇ રહ્યું છે ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર બપોરના એક વાગ્યાથી 4 વાગ્યા સુધી રીરોસ્ટ ટાઇમ રાખેલ છે. હાલ કોરોનાની મહામારી ચાલતી હોય છતાં હેડ કવાર્ટસ રહેતા નથી પાંચ વાગે ઘરે ચાલ્યા જાય છે ઉપલેટાથી અપડાઉન કરે છે. અમો સરપંચની રૂએ અમે રજુઆત કરતા ડો. લાડાણી ઉશ્કેરાઇ જવાબ આપે છે કે તમારે જવા ફરીયાદ કરવી હોય ત્યાં કરો ઢાંક ગામનાં હાલ કોરોના કારણે આશરે ત્રીસથી વધારે મૃત્યુ થયેલા છે.
આવી વિકટ સ્થિતિ હોવા છતાં આરોગ્યના ડોકટર પોતાની જવાબદારીથી વિમુખ થઇને પોતાની મનમાની ચલાવે છે અને જેના કારણે હાલ કોરોના ઢાંક ગામના બેકાબુ બન્યા છે. સુરાજકીય વગ ધરાવતા ડોકટરને આ કોરોના મહામારીમાં કોઇ નિયમ લાગુ નહીં પડતો હોય આ બાબતે તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને લેખિત ફરીયાદ ઢાંક ગ્રામ પંચાયતના સરપંચ બદરૂભાઇ માંકડ દ્વારા કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement