રાણપુરમાં યોગ ટ્રેનરો માટે 30 દિવસની તાલીમ શિબિર યોજાઇ

04 May 2021 10:42 AM
Botad
  • રાણપુરમાં યોગ ટ્રેનરો માટે 30
દિવસની તાલીમ શિબિર યોજાઇ

બોટાદ, તા. 4
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાણપુર શહેર માં આવેલ આશિયાના પાર્ક ખાતે તારીખ 1/4 થી 30/4 સમય દરમિયાન યોગ તાલીમ શીબીર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાંથી 20 ભાઈઓ બહેનો ને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ શીબીર નાં કોચ તરીકે શ્રી અર્જુનભાઈ નિમાવત ની નિમણુંક કરવામાં આવી હતી. જેવો છેલ્લા 10 વર્ષ થી યોગ ક્ષેત્રે કાર્યરત છે. ડી.વાય.એડ યુ.જી.સી. માન્ય કોર્ષ કરેલ છે. તેમના દ્વ્રારા યોગ તાલીમ આપવામાં આવી હતી. જેમાં હળવી કસરત,સર્વાંગી વ્યાયમ, પ્રાણાયામ, આસનો, ધ્યાન, વજન કેવી રીતે ઘટાડવો, સત્કર્મો , સુર્ય નમસ્કાર તેમજ યોગ વિશે ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવી હતી.


ખાસ તો આવી કોરોના જેવી મહામારી સમય માં સ્વ થી લઇ સમાજ ને કેવી રીતે બચાવી શકાય એના પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.જેમકે ઑક્સિજન લેવલ વધારવા માટે ખાસ પ્રાણાયામ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં અનુલોમ વિલોમ,ભસ્ત્રિકા પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.આ સમયે માનસિક તાણ કેવી રીતે દૂર કરી શકાય એના માટે ખાસ માહિતી આપવામાં આવી હતી. માનસિક તાણ દૂર કરવા માટે હાસ્યાસન અને ઓમકાર મંત્ર રોજ કરવામાં આવતા હતા. કોરાના સમયે કેવું ભોજન લેવું, આયુર્વેદિક નુસખા વિશે માહિગાર કારમાં આવ્યા હતા. આ તાલીમ પામેલા ટ્રેનર દ્વ્રારા આગામી સમય માં તેવો દ્વારા નિ:શુલ્ક યોગ વર્ગો શરૂ કરવામાં આવશે. એવું યોગ કોચ અર્જુનભાઈ નિમાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું.આગામી સમય માં બોટાદ શહેર માં યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે.


Loading...
Advertisement