ચૂંટણી પૂરી થઈ ગઈ છતાં બંગાળમાં હિંસા અટકતી નથી: ઠેર-ઠેર આગજની: 11ના મોત

04 May 2021 11:22 AM
India Politics
  • ચૂંટણી પૂરી થઈ ગઈ છતાં બંગાળમાં હિંસા અટકતી નથી: ઠેર-ઠેર આગજની: 11ના મોત

મમતા બેનરજીની તાજપોશી પહેલાં બંગાળમાં ઠેર-ઠેર અશાંતિ: ભારેલો અગ્નિ:ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા બંગાળ દોડી ગયા: કાલે આખા દેશમાં ધરણાનું એલાન: બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી: મોતને ભેટેલા 11માંથી 9 લોકો ભાજપના કાર્યકર હોવાનો દાવો

કોલકત્તા, તા.3
પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયાને બે દિવસ વીતી ગયા હોવા છતાં હિંસાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. રવિવાર સાંજથી લઈ સોમવાર મોડીરાત સુધી વિવિધ વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ બની હતી જેના કારણે 11 લોકોના મોત થયાનું જાણવા મળી રહ્યો છે. ભાજપનો આરોપ છે કે મોતને ભેટલા 11 લોકોમાંથી નવ ભાજપના કાર્યકરો છે જ્યારે બર્ધમાનમાં એક તૃણમુલ અને ઉત્તર 24 પરગણામાં એક આઈએસએફના કાર્યકરનું મોત થયાનું બહાર આવ્યું છે.

મોટાભાગની ઘટનાઓમાં આરોપ તૃણમુલ કોંગ્રેસ ઉપર જ લાગ્યો છે. હિંસાની ઘયનાઓ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. હિંસા-આગજની અંગે રાજ્યપાલે પણ ડીજીપીને સમન્સ મોકલ્યું છે તેમજ ગૃહ સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે સાંજે ચૂંટરી બાદ હિંસાને લઈને રાજ્યપાલની મુલાકાત કરી રજૂઆત કરી હતી.


આ ઘટનાને લઈને આજે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા બંગાળ દોડી ગયા છે. નડ્ડા આજે બંગાળ પહોંચ્યા બાદ બે દિવસ અહીં જ રોકાણ કરશે અને મોતને ભેટલા કાર્યકરોના પરિવારજનોની મુલાકાત લેશે. ભાજપે બંગાળમાં ચૂંટણી બાદ હિંસા વિરુદ્ધ કાલે આખા દેશમાં ધરણા કરવાની જાહેરાત કરી છે. કોલકત્તામાં રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ ધરણા કરશે. કોરોના નિયમોને ધ્યાનમાં રાખીને આ ધરણા કરવા પણ કહેવાયું છે.


આ પહેલાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું કે પક્ષ પ્રમુખ નડ્ડા આજે બંગાળ આવી રહ્યા છે. એવું મનાય રહ્યું છે કે આ પ્રવાસ દ્વારા ભાજપ પ્રમુખ બંગાળમાં આશા પ્રમાણેનું પ્રદર્શન નહીં કરવા અને હુમલાને ધ્યાનમાંરાખી ભાજપ કાર્યકરોના મનોબળને વધારવાનો પ્રયત્ન કરશે.વિજયવર્ગીયએ દાવો કર્યો કે છેલ્લા 24 કલાક દરમિયાન બંગાળમાં અમારા નવ કાર્યકરોની તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓએ હત્યા કરી દીધી છે. સાથે જ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી મમતા બેનરજીના ઈશારે ભાજપ કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે. બંગાળમાં અરાજકતા ફેલાઈ ગઈ છે જેના કારણે રાષ્ટ્રપતિ શાસન જરૂરી બની ગયું છે.


Related News

Loading...
Advertisement