સેલીબ્રીટી ટેક યુગલ બિલ તથા મિલિન્ડા ગેટસએ છૂટાછેડાની જાહેરાત કરી

04 May 2021 11:27 AM
India Top News World
  • સેલીબ્રીટી ટેક યુગલ બિલ તથા મિલિન્ડા ગેટસએ છૂટાછેડાની જાહેરાત કરી

ફાઉન્ડેશનમાં સાથે કામ કરતા રહેજો

કેલિફોર્નિયા: વિશ્વ વિખ્યાત ટેક કંપની માઈક્રોસોફટના સહસ્થાપક અને વિશ્ર્વના અબજોપતિઓએ સ્થાન ધરાવતા તથા ભારત અને વિશ્વમાં સખાવતી પ્રવૃતિઓ પણ નામના ધરાવતા વિખ્યાત યુગલ બિલ ગેટસ અને તેમના પત્ની મિલિંડા ગેટસએ 27 વર્ષના લગ્ન જીવન બાદ હવે છૂટાછેડા લેવા જાહેરાત કરી છે. યુગલે જાહેર કર્યુ છે કે અમોએ અમારા લગ્ન સંબંધોનો અંત લાવવા નિર્ણય લીધો છે પણ અમો જીવનના દરેક મૌડ પર એક સાથે આગળ વધી શકીએ છીએ. બન્નેએ એક સંયુક્ત નિવેદનમાં જાહેર કર્યુ કે અમોએ લાંબી વાતચીત અને અમારા સંબંધોને કાયમ રાખવાનીસાથે આ લગ્નજીવનનો અંત લાવવા નિર્ણય લીધો છે.


અમોએ 27 વર્ષના લગ્નમાં ત્રણ બાળકોને ખૂબ જ સારી રીતે મોટા કર્યા છે. અમોએ એક ફાઉન્ડેશન પણ બનાવ્યું છે જે  વિશ્વ માં લોકોના સ્વાસ્થ્ય અને બહેતર જીવન માટે કામ કરે છે. અમો આ મીશનમાં સાથે જ કામ કરશું. 1987માં આ યુગલની મુલાકાત ન્યુયોર્કના એક એકસપો ટ્રેડમાં થઈ હતી અને બન્ને બે સપ્તાહ સુધી સાથે રહ્યા બાદ જયારે બિલ ગેટસએ લગ્નનો પ્રસ્તાવ મુકયો તો તે સમયે મિલિન્ડાએ નકાર્યા હતા પણ 1994માં બન્નેએ લગ્ન કરી લીધા હતા.


મિલિન્ડા આ સમયે માઈક્રોસોફટમાં પ્રોડકશન મેનેજર તરીકે કામ કરતા હતા. આ યુગલ વિશ્ર્વના ધનવાનોમાં સ્થાન ધરાવે છે અને બિલ ગેટસની સંપતી 100 બીલીયન ડોલર અંકાય છે અને આ લગ્નના અંતથી એમેઝોનના જેટ બેસોચના છૂટાછેડા પછી વધુ એક સેલીબ્રીટી યુગલ અલગ પડયા છે.


Related News

Loading...
Advertisement