ફાઈવ-જીથી કોરોના; વાયરલ થયેલા સંદેશાઓને નકારતું WHO

04 May 2021 11:42 AM
India Technology
  • ફાઈવ-જીથી કોરોના; વાયરલ થયેલા સંદેશાઓને નકારતું WHO

કોરોના અને ફાઈવ-જી વચ્ચે કોઈ સંબંધ નથી:વિશ્વમાં અનેક દેશોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે

નવી દિલ્હી તા.4
દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણ માટે ફાઈવ-જી ના ટેસ્ટીંગને જવાબદાર ગણાવતા વાયરલ થયેલા સંદેશાથી આ સમગ્ર કટોકટીને નવો વળાંક મળ્યો છે અને દેશમાં ફાઈવ-જી ટેકનોલોજીનું ટેસ્ટીંગ તાત્કાલીક બંધ કરવા માટેની માંગણી પણ થઈ છે. આ વાયરલ મેસેન્જર્સમાં જણાવાયું છે કે ફાઈવ-જીના વેવ્ઝથી જે રેડીએશન લીકેજ થાય છે તે હવામાં ઝેરી અસર પેદા કરે છે અને તેનાથી લોકોને શ્વાસ વેળાએ મુશ્કેલી પડી રહી છે.


ઉપરાંત આ મેસેજમાં જણાવ્યુ છે કે ફાઈવ-જીના વેવ્ઝથી દરેક ઘરમાં એક કરન્ટ પેદા થાય છે અને તેથી દેશમાં ફાઈવ-જીનું ટેસ્ટીંગ ખરડાવી દેવું જોઈએ.જો કે સતાવાર રીતે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટતા કરી કે ફાઈવ-જીથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે તે માન્યતા ખોટી છે. બન્ને વચ્ચ કોઈ સંબંધ જ નથી.કોરોનાના વાયરસ હવામાં વધુમાં વધુ છ ફૂટ જઈ શકે છે અને તે હવામાં 6થી12 સેક્ધડ તરી શકે છે પછી તેનો જમીન પર ખાત્મો થાય છે તેથી ફાઈવ-જી વેવ્ઝની સાથે તે દૂર સુધી જાય તેવી કોઈ શકયતા નથી.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે આ પ્રકારના કોઈ ઈલેકટ્રોનીકસ વેવ્ઝ અને કોરોના વચ્ચે કોઈ સંબંધ નથી. બીજી તરફ ભારતમાં હજું ફાઈવ-જી મર્યાદીત ટેસ્ટીંગ તબકકે છે. દેશમાં બે મોબાઈલ કંપનીઓ રીલાયન્સ અને ભારતીય એરટેલ અહી મર્યાદીત વિસ્તારોમાં ટેસ્ટીંગ શરુ થયુ છે પણ સરકારે હજું ફાઈવ-જીના કોઈ સ્પેકટ્રમ ફાળવ્યા જનથી. ઉપરાંત  વિશ્વમાં સાઉથ કોરીયાએ ફાઈવ-જી પુરી રીતે દેશભરમાં મોબાઈલ ટેકનોલોજી તરીકે ઉપયોગમાં આવી જ ગયું છે. અમેરિકા અને જાપાનમાં પણ ફાઈવ-જી ટેકનોલોજીનો ઉપયોગ થાય જ છે તેથી તેને અને કોવિડને કોઈ સંબંધ નથી.


Related News

Loading...
Advertisement