ભાવનગરના સાંસદ-ભાજપ પ્રમુખ, સ્ટે.ચેરમેનને કોરોના

04 May 2021 12:03 PM
Bhavnagar
  • ભાવનગરના સાંસદ-ભાજપ પ્રમુખ, સ્ટે.ચેરમેનને કોરોના

જીલ્લામાં વધુ નેતાઓ ઝપટમાં

ભાવનગર તા.4
ભાવનગરના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન કોરોના પોઝીટીવ થયેલ છે.
ભાવનગરમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. ત્યારે વધુ રાજકીય આગેવાનો કોરોના સંક્રમિત થયા છે ભાવનગરમાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડયા અને ભાવનગર મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા સહીત ભાજપનાં અનેક કાર્યકરો કોરોના સંક્રમિત થયા છે. જેઓ તબીબી સારવાર લઈ રહ્યા છે.


Loading...
Advertisement