મમતાનું કદ વધ્યુ પણ રાષ્ટ્રીય નેતા થવામાં હજુ ઘણા વિઘ્નો

04 May 2021 12:08 PM
India Politics
  • મમતાનું કદ વધ્યુ પણ રાષ્ટ્રીય નેતા થવામાં હજુ ઘણા વિઘ્નો

પ.બંગાળમાં ભાજપને પછાડનાર મમતા વિપક્ષના મસલ્સ લેડી બની શકે ?:મોદીનો મુકાબલો સરળ નથી : ભાજપનું વ્યાપક નેટવર્ક અને સંગઠન મમતા પાસે નથી : પ.બંગાળ બહાર ભાગ્યે જ કોઇ ઓળખ : કોંગ્રેસ પક્ષ પણ દીદીનું નેતૃત્વ નહીં સ્વીકારે: તામિલનાડુના સ્તાલીન, ઝારખંડના સોરેન, તેલંગાણાના ચંદ્રશેખર રાવ, દિલ્હીના કેજરીવાલ મમતા સાથે આવવા તૈયાર પણ સંપુર્ણ એકતા અશકય

નવી દિલ્હી તા. 4 : પ.બંગાળમાં ભાજપને આકરી ટકકર આપીને ફરી વીજેતા બનેલા તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીનું કદ દેશના રાજકારણમાં વધી ગયુ છે. અને તેઓએ એક શકિતસાળી નેતા તરીકે બહાર આવ્યા છે. અને હાલ જયારે વિપક્ષમાં કોઇ એક કોમન ચહેરાનો અભાવ છે તે સમયે મમતા બેનરજી હવે રાષ્ટ્રીયસ્તરે ભાજપ અને વડાપ્રધાન અને નરેન્દ્ર મોદીને પડકારે તેવી ચર્ચા શરુ થઇ ગઇ છે. પરંતુ પ.બંગાળમાં જીતવુ અને રાષ્ટ્રીય સ્તરે જીતવુ તે સમગ્ર જુદી બાબત છે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ જે રીતે રાષ્ટ્રીય સ્તરે પોતાની હાજરી અને દબદબો ધરાવે છે તે વચ્ચે મમતા બેનરજી હજુ એક પ્રાદેશીક પક્ષના જ વડા છે

અને પ.બંગાળ બહાર તેમની કોઇ પહોંચ નથી તે નિશ્ર્ચિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ લગભગ 10 વર્ષ પોતાની રાજયની સ્થિતી મજબુત કરી અને ત્યારબાદ તબકકાવાર રાષ્ટ્રીય સ્તરે તેઓએ આગમન કર્યુ અને તેમને આ સમયે ભાજપના વિશાળ નેટવર્કનો પણ ફાયદો મળ્યો હતો. મમતા બેનરજી માટે આ તમામનો અભાવ છે. સૌ પ્રથમ તો કોંગ્રેસ પક્ષ કોઇ અન્ય રાષ્ટ્રીય નેતાનું નેતૃત્વ સ્વીકારે કે કેમ તે પ્રશ્ન છે.

પ.બંગાળમાં પણ કોંગ્રેસ સાવ સાફ થઇ ગઇ છે. પરંતુ તે હજુ મમતા વિરોધી વલણ છોડતુ નથી. ચુંટણીમાં એક તબકકે ખુદ મમતાએ તમામ વિપક્ષી નેતાઓને પત્ર લખીને એક થવાની હાંકલ કરી હતી પરંતુ એકપણ વિપક્ષી નેતા પ.બંગાળમાં મમતાની સાથે પ્રચારમાં ન ગયા. ભારતમાં વિપક્ષની એકતા એ સૌથી મોટી સમસ્યા છે અને તેમાં કોમન નેતૃત્વ એ બીજો મોટો પ્રશ્ન  છે. ખાસ કરીને કોંગ્રેસ પક્ષનું વર્તમાન નેતૃત્વ પોતાના રાષ્ટ્રીય પ્રમુખ પણ નકકી કરી શકયુ નથી. અને તેને કારણે અન્ય વિપક્ષો પણ વેરવીખેર છે. મારા જેવા કામ ચલાઉ જોડાણ થાય છે પરંતુ રાષ્ટ્રીય સ્તરે જોડાણ થાતુ નથી.

મમતા બેનરજી અને શરદ પવારે એક તબકકે પ્રયત્ન કર્યા હતા. પરંતુ શરદ પવાર પણ તેમનું રાજકારણ રમે છે. તેઓ ખુદ તૃણમુલનું નેતૃત્વ સ્વીકારે તે પ્રશ્ર્ન છે. વિપક્ષના જે નેતા છે તે પ્રાદેશીક કક્ષાના છે. ડીએમકેના સ્તાલીન ઝારખંડમાં હેમંત સોરેન મમતાનું નેતૃત્વ સ્વીકારી શકે છે. પરંતુ કેરલમાં ડાબેરી પક્ષો મમતાની સાથે આવે કે કેમ તે પ્રશ્ન  છે. પ.બંગાળમાં મમતાએ સૌ પ્રથમ ડાબેરી પક્ષોનો સફાયો કરીને ચુંટણી જીતી હતી. જયારે દિલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલ, તેલંગાણાના ચંદ્રશેખર રાવ મમતાની સાથે આવી શકે છે. મહારાષ્ટ્રમાં શિવસેના હાલ કોંગ્રેસ અને એનસીપીની સાથે છે અને જો તે મમતાની સાથે જાય તો કોંગ્રેસ ટેકો પાછો ખેંચી લે તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement