દેરડી કુંભાજી ગામે સંપૂર્ણ લોકડાઉનના પ્રથમ દિવસથી જ સજ્જડ બંધ : નિયમોનું ચુસ્ત પાલન

04 May 2021 12:34 PM
Gondal Saurashtra
  • દેરડી કુંભાજી ગામે સંપૂર્ણ લોકડાઉનના પ્રથમ
દિવસથી જ સજ્જડ બંધ : નિયમોનું ચુસ્ત પાલન
  • દેરડી કુંભાજી ગામે સંપૂર્ણ લોકડાઉનના પ્રથમ
દિવસથી જ સજ્જડ બંધ : નિયમોનું ચુસ્ત પાલન

ગામમાં છેલ્લા 15 દિવસથી અડધા દિવસના લોકડાઉનમાં પરિણામ ન મળતા વિરોધ પક્ષની રજૂઆતને સરપંચે અમલમાં લીધી હતી.

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ, તા.4
દેરડી કુંભાજી ગામ સંપુર્ણ લોકડાઉનના પ્રથમ દિવસથી જ સજ્જડ બંધ રહ્યું, નિયમોનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે. ગામમાં છેલ્લા 15 દિવસથી અડધા દિવસના લોકડાઉનમાં પરિણામ ન મળતા વિરોધ પક્ષની રજૂઆતને ધ્યાન પર લઈ સરપંચે લોકડાઉનનો અમલ કરાવવા જાહેરાત કરી હતી. ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોનો હાહાકાર મચી રહ્યો છે. ગામમા મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો છે. કોરોનાને લઈને દેરડી(કુંભાજી) ગામે છેલ્લા 15 દિવસથી બપોરના 1 વાગ્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું.

પરંતું ગોંડલ તાલુકાના મોટા ગામો પૈકીના ગામોમાં ગણના પામતા દેરડી(કુંભાજી) ગામ સાથે ગોંડલ તાલુકા ઉપરાંત આજુબાજુના અમરેલી જિલ્લાના 35 ગામો તબબી સેવા તેમજ વેપાર ઉદ્યોગ, ખરીદી માટે સંકળાયેલા હોવાથી ગામમાં લોકોની વ્યાપક પ્રમાણમાં અવરજવર રહેતી હતી અને કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા ન હતા. જેમને લઈને દેરડી(કુંભાજી) ગામે સંપૂર્ણ લોકડાઉનની જરૂરિયાત ઉભી થઈ હતી. આ અંગે ગ્રામ પંચાયતના વિરોધ પક્ષના સભ્યો દ્વારા સરપંચ શૈલેષભાઈ ખાતરાને મૌખિક રજૂઆત કરીને ગામમાં તાત્કાલિક સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરતા સરપંચે બીજા જ દિવસે તત્કાલ ગ્રામ પંચાયતની મિટીંગ બોલાવી હતી અને મિટીંગમાં સર્વાનુમતે ફરતો ઠરાવ કરીને તા.3થી તા.10 મે સુધી 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે.

કડક પાલન કરાવવા માટે તાલુકા મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સહિતના લોકોને સરપંચ દ્વારા પત્ર પાઠવીને અમલ કરવાનું જણાવ્યુ છે. ગામમાં હોસ્પિટલ, મેડીકલ ઈમરજન્સી સુવિધા રાબેતા મુજબ અને દુધની ડેરી સવારના 6થી 8 સુધી અને સાંજના 6થી 8 વાગ્યા સુધી તેમજ ફ્રુટના વેપારીઓને સવારથી બપોરના 1 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે.ગામમાં બહારથી આવતા અન્ય ગામના લોકોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત લોકો ખાનગી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની મહામારી વચ્ચે વ્યાપક પ્રમાણમાં દર્દીઓ આવતા હોવાથી ગામની તમામ ખાનગી સરકારી હોસ્પિટલો, મેડિકલ સ્ટોર સહિતની વસ્તુઓ રોજીંદા સેનીટાઈઝર કરવાની માંગ કરતા સરપંચ સહિત તમામ લોકોએ સ્વીકારીને તેમનો પણ અમલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement