ભાવનગરમાં કોરોનાથી વધુ 12ના મોત : રેકોર્ડબ્રેક 571 પોઝીટીવ આવ્યા

04 May 2021 12:53 PM
Bhavnagar
  • ભાવનગરમાં કોરોનાથી વધુ 12ના
મોત : રેકોર્ડબ્રેક 571 પોઝીટીવ આવ્યા

શહેરની સાથોસાથ હવે ગામડામાં પણ વકરતો કોરોનાથી ચિંતા

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 4
ભાવનગર જિલ્લામા નવા 571 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 15,015 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 257 પુરૂષ અને 174 સ્ત્રી મળી કુલ 431 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં 37, ઘોઘા તાલુકામાં 9, તળાજા તાલુકામાં 40, મહુવા તાલુકામાં 16, વલ્લભીપુર તાલુકામાં 9, ઉમરાળા તાલુકામાં 8, પાલીતાણા તાલુકામાં 5, સિહોર તાલુકામાં 12, જેસર તાલુકામાં 1 તેમજ ગારીયાધાર તાલુકામાં 3 કેસ મળી કુલ 140 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.


ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ ગારીયાધાર ખાતે રહેતા એક દર્દી, વલ્લભીપુર તાલુકાનાં ચોગઠ ગામ ખાતે રહેતા એક દર્દી, સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે રહેતા એક દર્દી, મહુવા ખાતે રહેતા એક દર્દી, ઉમરાળા તાલુકાનાં ધોળા ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં મીઠી વિરડી ગામ ખાતે રહેતા એક દર્દી અને તળાજા તાલુકાનાં જસપરા ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ 12 દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.


જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 184 અને તાલુકાઓમાં 113 કેસ મળી કુલ 297 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા 15,015 કેસ પૈકી હાલ 4,316 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 176 દર્દીઓનુ અવસાન થયેલ છે.


Loading...
Advertisement