સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા 2782 કેસ-2042 ડિસ્ચાર્જ : મૃત્યુદર યથાવત

04 May 2021 12:58 PM
kutch Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા 2782 કેસ-2042 ડિસ્ચાર્જ : મૃત્યુદર યથાવત

દર્દીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડા વચ્ચે હજુ જામનગર જિલ્લો સૌથી વધુ સંક્રમિત : રાજકોટ કરતા ભાવનગરમાં વધુ કેસ : લોકોમાં હજુ દહેશતનો માહોલ

રાજકોટ, તા. 4
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના નવા કેસમાં આંશિક ઘટાડો દેખાઇ રહ્યો છે. પરંતુ હજુ મૃત્યુનો આંક ઘટતો ન હોય લોકોનો ભય દુર થાય તેમ નથી ગઇકાલે નવા 2782 કેસ સામે 2042 દર્દી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે તો જુદા જુદા જિલ્લામાં કોરોના સારવારમાં 212 વ્યકિતના મૃત્યુ થયા છે.સંક્રમણમાં હજુ જામનગર જિલ્લો પ્રથમ છે અને શહેરમાં 393 તથા જિલ્લામાં 319 મળી 712 કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં 140 અને શહેરમાં 431 સહિત571, રાજકોટ શહેરમાં 397 અને જિલ્લામાં 127 મળી 524 તથા જુનાગઢ શહેરમાં 148 તથા જિલ્લામાં 132 મળી 280 નવા કેસ નોંધાયા છે.


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. હોટ સ્પોટ બનેલ મોરબી, જામનગર, રાજકોટ અને અમરેલીમાં કેસમાં ઘટાડો થયો છે ગઇકાલે રાજકોટમાં 65, જામનગરમાં 87, અમરેલી 22, મોરબી 9, જુનાગઢમાં 9, ભાાવનગરમાં 11, દ્વારકા-બોટાદમાં 2-2ના મોત થયા છે.રાજકોટ શહેરમાં એક દિવસમાં કોરોનાના કેસમાં 204 કેસનો ઘટાડો થયો છે, આમ રાજકોટ શહેરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 390ના મોત થયા હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.


રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો થયો છે ગઈકાલે 127 નવા મળતા કુલ કેસ 9909 થઈ ગયા છે આમ શહેર અને જિલ્લામાં કુલ કેસનો આંકડો 44440 થઈ ગયો છે.રાજય સરકારે કોરોનાની ચેઈન તોડવા માટે સૌરાષ્ટ્રના 10 જિલ્લમાં રાત્રી કરફર્યુ સાથેના કડક નિયંત્રણ લાદયા છે અમુક શહેરો અને ગામડમાં સ્વૈચ્છીક લોકડાઉન પણ કરવામાં આવ્યું છે છતા પણ કોરોનાના કેસમાં ઘટાડો થયો નથી.જામનગરમાં કોરોના પડાવમાં છેલ્લા બે દિવસથી નજીવો ઘટાડો નોંધાવા પામ્યો છે.

છતાંય હોસ્પિટલની બહાર વાહનોમાં દર્દીઓનું વેઈટીંગ જોવા મળ્યું હતું. લોકો પણ પોતાના ઓક્સિજન સીલીન્ડર સાથે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. વધુ 87 મૃત્યુ નોંધાતા મૃતાંક 2906 થયો છે. આજે તંત્રએ સતાવાર રીતે કોરોનાથી 14ના મૃત્યુ થયાનું જાહેર કર્યુ છે.મોરબી જિલ્લામાં આજે આરોગ્ય તંત્ર દ્વારા કુલ.લેવાયેલા 1141 સેમ્પલમાંથી મોરબી શહેરમાં 32 મળી મોરબી તાલુકાના 61, ટંકારા તાલુકાના 14, હળવદ તાલુકાના 8, માળીયા તાલુકામાં 4 અને વાંકાનેર તાલુકામાં 3 કેસ બતાવવામાં આવ્યા છે.મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંકડો 5369 થયો છે. જ્યારે વધુ 57 લોકો સ્વસ્થ થતા ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે.


જૂનાગઢ જિલ્લામાં કોરોના વધુ 293 કેસ નોધાયા છે, શહેરમાં 146, ગ્રામ્ય વિસ્તારમાં 14, કેશોદમાં 26, ભેસાણમાં 16, માળીયામાં 28, માણાવદરમાં 11, મેંદરડામાં 10, માંગરોળમાં 14, વંથલીમાં 12, વિસાવદરમાં 16 કેસ સામે આવ્યા છે. 293 કેસની સામે 140 દર્દી સાજા થઈને ડીસ્ચાર્જ થયા છે, આજે જૂનાગઢ શહેરમાં 3, વંથલીમાં 2, કેશોદ, માંગરોળ, ગ્રામ્ય વિસ્તારમાં અને ભેસાણમાં એક-એક મળીને કુલ 9 દર્દીના મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે.

 

 


Related News

Loading...
Advertisement