રાપર તાલુકાના આડેસરમાં 28 વર્ષીય પરિણીતાની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાઈ: ગંભીર ઈજાઓ

04 May 2021 01:05 PM
kutch Crime
  • રાપર તાલુકાના આડેસરમાં 28 વર્ષીય પરિણીતાની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાઈ: ગંભીર ઈજાઓ

(ગની કુંભાર દ્વારા) ભચાઉ તા.4
રાપર તાલુકાના આડેસરમાં પરિણીતાની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. જે મામલે આડેસર પોલીસ દ્વારા સ્થળ પર જઈને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આડેસર ગામે રહેતી 28 વર્ષીય પરિણીતા સબુબેન ઉર્ફે શબાના મીઠુભાઈ ખલીફા (રહે.મુળ ફતેહગઢ, તા.રાપર) છે.આ મહિલાનો લોહી નીકળતો મૃતદેહ આડેસરના મકવાણા વાસમાં દુકાનની પાછળના ભાગે અવાવરું સ્થળેથી મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ થતાં આડેસર પીએસઆઈ વાય.કે.ગોહીલ સહીતનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો. હત્યારાએ શબાનાના ગળા, ચહેરા તથા પેટ સહિતના અંગો પર ઝનૂનપૂર્વક છરીના ઉપરા-છાપરી ઘા ઝીંકયા હોવાનું જાણવા મળ્યું છે. બનાવનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.આ અંગે આડેસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.કે.ગોહીલે જણાવ્યું હતું કે, હજુ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવાશે ત્યારબાદ આધાર-પુરાવા એકત્ર કરીને આરોપીને પકડવામાં આવશે અને તે પકડાઈ ગયા બાદ જ જાણી શકાશે કે બનાવનું કારણ શું હતું. અલબત બનાવના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામેલ છે.


Related News

Loading...
Advertisement