ઊનામાં ગણેશનગર ખારા વિસ્તારની વાડીમાંથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો

04 May 2021 01:15 PM
Veraval Saurashtra
  • ઊનામાં ગણેશનગર ખારા વિસ્તારની 
વાડીમાંથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો

ઊનાના ગણેશ નગર ખારા વિસ્તારમાં આવેલ વાડી ધરાવતા ધીરૂભાઇ રાસાભાઇ બાંભણીયાની વાડીમાં છેલ્લા ધણા સમયથી દિપડાની રંજાડ હોય અને દીપડો અવાર નવાર શહેરી વિસ્તારમાં આવી ચડતા પશુઓને શિકાર બનાવતો હોય વાડીમાં આવેલ ઓરડી પાસે બેસતો તે વાડી માલીકને ધ્યાનમાં આવતા ધીરૂભાઇએ વનવિભાગને જાણ કરી હતી. અને વનવિભાગનો સ્ટાફના નવાબંદર રાઉન્ડના વી.આર ચાવડા, બીજી સોલંકી, પીબી દમણીયા, ડીપી સરવૈયા અને વીડી જાદવ રાત્રીના સમયે ધટના સ્થળે પાંજરૂ સાથે લઇ પહોચી ગયેલ. અને પાંજરાને વાડીમાં ગોઠવેલ હતું. બાદમાં મોડી રાત્રીના સમયે દીપડો શિકારની લાલચમાં પાંજરે પુરાઇ ગયો હતો. જોકે દીપડો પાંજરે પુરાતા વાડી માલીક તેમજ આજુબાજુના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વનવિભાગે દીપડાને પાંજરા સાથે જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડેલ હતો. વનવિભાગ દ્વારા ઊના પંથકમાં અનેક વિસ્તારમાં દીપડાને પાંજરે પુરેલ હોય આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.


Related News

Loading...
Advertisement