ધોરાજીની સરકારી કોવિડ હોસ્પિટલમાં શિવમ ગ્રુપ દ્વારા દર્દીઓને જયુસ વિતરણ

04 May 2021 01:27 PM
Dhoraji
  • ધોરાજીની સરકારી કોવિડ હોસ્પિટલમાં શિવમ ગ્રુપ દ્વારા દર્દીઓને જયુસ વિતરણ

સંસ્થાની સેવાને બિરદાવતા હોસ્પિટલના અધિક્ષક

ધોરાજી તા.4
ધોરાજીની સરકારી કોવીડ હોસ્પિટલ ખાતે શિવમ ગ્રુપ દ્વારા દર્દીઓને મૌસંબીના જયુસનું વિતરણ કરવામાં આવેલ હતું.


આ સેવાકાર્યને ધોરાજીની વિવિધ સામાજીક સંસ્થાઓએ બીરદાવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શીવમ ગ્રુપના હેરી કારીયા, વરૂણ સોજીત્રા, મીત માવાણી, અર્જુન ચોવટીયા, મીત ચોવટીયા, દેવ સોજીત્રા, હેતવ સુદાણી, જેમીલ સીરોયા, દર્શ ડેડકીયા, માનસ વડાલીયા, હોજેફા લક્ષ્મીધર, હરેશ હીંડોચા સહીતના લોકોએ જહેમત ઉઠાવી હતી.
આ તકે સરકારી હોસ્પિટલના અધીક્ષક ડો. જયેશભાઈ વેરોટીયને શિવમ ગ્રુપની સેવાઓને બીરદાવી હતી.


Loading...
Advertisement