ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ મફત અનાજ વિતરણ

04 May 2021 01:35 PM
Veraval
  • ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન
સલામતિ કાયદા હેઠળ મફત અનાજ વિતરણ

વેરાવળ તા.4
ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 3.5 કિગ્રા ઘઉં અને 1.5 કિગ્રા ચોખા વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. જેમા જિલ્લાના એન.એફ.એસ.એ. અંતર્ગત કુલ 1,61,233 અંત્યોદય કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબો રેશનધારકોને લાભ મળવા પાત્ર થશે. આ અનાજનું વિતરણ તા.11-05-2021 થી વ્યાજબી ભાવની દુકાનેથી કરવામાં આવશે.


રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નોંધાયેલ એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડની બુકલેટનો અંતિમ આંક 1 હોય તેમણે તા.11-05-2021, અંતિમ આંક 2 હોય તેમણે તા.12-05-2021, અંતિમ આંક 3 હોય તેમણે તા.13-05-2021, અંતિમ આંક 4 હોય તેમણે તા.14-05-2021, અંતિમ આંક 5 હોય તેમણે તા.15-05-2021, અંતિમ આંક 6 હોય તેમણે તા.16-05-2021, અંતિમ આંક 7 હોય તેમણે તા.17-05-2021, અંતિમ આંક 8 હોય તેમણે તા.18-05-2021, અંતિમ આંક 9 હોય તેમણે તા.19-05-2021 અને અંતિમ આંક 0 હોય તેમણે તા.20-05-2021 ના રોજ વાજબી ભાવની દુકાને જથ્થો મેળવવાનો રહેશે. આ ઉપરાંત જો કોઇ લાભાર્થી અનિવાર્ય સંજોગોમાં નિયત થયેલ દીવસે વાજબી ભાવની દુકાન પર મળવાપાત્ર ચીજવસ્તુઓ મેળવી ન શકે તો તેઓએ તા.21-05-2021 થી તા.31-05-2021 સુધીમાં અનાજનો જથ્થો મેળવવાનો રહેશે. જથ્થો મેળવવા માટે એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોએ એક જ વ્યક્તિ આવવુ અને રેશનકાર્ડ તથા આધારકાર્ડ ઓરીજનલ સાથે લાવવાનું રહશે તેમજ જથ્થો મેળવતા સમયે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ મેનેટેનની સાથે સહિ કરવા માટે બોલપેન સાથે રાખવાની રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમારની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement