સુત્રાપાડા તાલુકાના 48 ગામો વચ્ચે એક માત્ર કોવિડ હોસ્પિટલ, સુવિધાની માંગ

04 May 2021 01:42 PM
Veraval
  • સુત્રાપાડા તાલુકાના 48 ગામો વચ્ચે એક માત્ર કોવિડ હોસ્પિટલ, સુવિધાની માંગ

માત્ર 20 બેડની જ સગવડતા હોય સુવિધા વધારવાની જરૂરીયાત

સુત્રાપાડા તા. 4 : સુત્રાપાડા તાલુકાના 48 ગામ વચ્ચે સુત્રાપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે એકમાત્ર કોવીડની સારવાર માટે 15 થી 10 બેડની વ્યવસ્થા છે. એન્ટીજન કીટોની ભારે અછત વચ્ચે રોજ 30 થી 40 પોઝીટીવ કેસ આવે છે. આથી દરીયાકાઠે બનાવેલ સાઇકલોન સેન્ટરમાં કોરોના હોસ્પીટલ શરુ કરવા માંગ ઉઠી છે.


સુત્રાપાડા તાલુકાના દરીયાકાઠા વિસ્તારના લોકો માટે વાવાઝોડા અને કુદરતી આફતોથી લોકોને બચાવવા પ્રશ્ર્નાવડા, વડોદરા ઝાલા, સિગસર, મોરાસા ગામમાં કરોડો રૂપીયાનો ખર્ચ મોટા સાયકલોન સેન્ટરના બીલ્ડીંગ બનાવેલ છે. આ સાયકલોન સેન્ટર ને જો તાત્કાલીક કોવીડહેલ્થ સેન્ટરમાં રૂપાંતરીત કરી દેવામાં આવે તો તેનો લાભ હજારો ગ્રામ્ય વિસ્તારમાના લોકોને મળી શકે એવી લોકોની માંગ ઉઠવા પામી છે.


મદદગાર ફાઉન્ડેશન સુત્રાપાડા પંથકના કોરોનાના દર્દીઓની વહારે આવ્યુ
સુત્રાપાડા પંથકમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. દીવસેને દીવસે કોરોનાના કેસ સંખ્યામાં વધારો થઇ રહયો છે. ત્યારે મદદગાર ફાઉન્ડેશન કોરોનાગ્રસ્ત દર્દીઓની વહારે આવ્યુ છે. ફાઉન્ડેશન યુવાનો દીવસ-રાત દર્દીઓની મદદ કરવા તત્પર છે. દર્દીઓ જરુરીયત જેવી કે ઇન્જેકશન, ઓકસીજનના બાટલા તેમજ ભોજનની વ્યવસ્થા યુવાનો કરી રહયા છે. લોકોની ખરાબ પરીસ્થીતી માટે મદદગાર ફાઉન્ડેશન યુવાનો આશાનું કીરણ બન્યા છે. તંત્ર સ્થાનીક લોકો તેમજ પ્રશાસન મદદ કરે તો કોરોનાનું સંક્રમણ વહેલી તકે અટકાવી શકાય તેમ છે.આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે એકમાત્ર કોવીડ હોસ્પીટલ સુત્રાપાડામાં કાર્યરત છે. ત્યારે બેડની સંખ્યા ઓછી હોય તેમજ જરુરીયાત દવા, ઇન્જેકશનનો અભાવ, ઓકસીજનની બાટલાની ઘટ હોવાથી દર્દીઓને મુશ્કેલી વધી છે. ઓકસીજનના વાંકે કોવીડ હોસ્પીટલ લોકોના મોત થઇ રહયા છે. તો લોકો દ્વારા સાંસદને ટેલીફોનીક રજુઆત પણ કરવામાં આવી છે.


Loading...
Advertisement