મોબાઇલ ફોનની લાલચ આપી સગીરા સાથે અડપલા : ફરિયાદ

04 May 2021 01:44 PM
Veraval Crime
  • મોબાઇલ ફોનની લાલચ આપી
સગીરા સાથે અડપલા : ફરિયાદ

વેરાવળના રામપરા ગામે બનેલ બનાવથી સગીરાનો પરિવાર હતપ્રભ

વેરાવળ તા.4
વેરાવળ તાલુકાના રામપરા ગામે રહેતી સગીરા સાથે ગામના જ શખ્સે મોબાઇલ ફોનની લાલચ આપી અડપલા કરેલ હોવાની ફરીયાદ પ્રભાસ પાટણ પોલીસમાં નોંધાયેલ છે.
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામપરા ગામે રહેતો વિશાલ મેર નામના શખ્સે બાર વર્ષની સગીરાને મોબાઇલ ફોનની લાલચ આપી સાથે લઇ જઇ શરીરે અડપલા કરેલ હોવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે સગીરા ની માતા એ પ્રભાસ પાટણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.આઇ. આહિરે હાથ ધરેલ છે.


મૃતદેહ મળી આવ્યો
વેરાવળ રેલ્વે બ્રોડગ્રેજ યાર્ડ નજીક ઝાળી ઝાખડામાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા રેલ્વે પોલીસે આ બીનવારસી મૃતદેહની ઓળખ મેળવવા તપાસ હાથ ધરેલ છે.
આ અંગે રેલ્વેના એ.એસ.આઇ. ચૌહાણ એ જણાવેલ કે, વેરાવળ રેલ્વેના યાર્ડ નજીક આવેલ બાવળીયાના ઝાળી-ઝાખડા વાળા વિસ્તારમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ પડેલ હોવાની જાણ થતા તાત્કાલીક બીનવારસી મૃતદેહની ઓળખ મેળવવા તપાસ હાથ ધરેલ છે. આ અજાણ્યા યુવાને કેસરી કલરનું આખી બાયનું શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Related News

Loading...
Advertisement