ગોંડલના મુક્તેશ્વર સ્મશાનગૃહને પાંચ ટ્રેકપર છાણાનું અનુદાન

04 May 2021 01:49 PM
Gondal
  • ગોંડલના મુક્તેશ્વર સ્મશાનગૃહને
પાંચ ટ્રેકપર છાણાનું અનુદાન

ગોંડલ તા.4
ગોંડલના મુક્તેશ્વર સ્મશાનગૃહમાં એપ્રિલ માસ દરમિયાન 410થી વધુ અગ્નિદાહનો આંકડો વટી જવા પામ્યો હતો છાણાનો સ્ટોક પૂર્ણતાને આરે પહોંચવા આવ્યો હોવાની જાણ એક મૈયતમાં આવેલ સેવાભાવી ડાઘુઓના ધ્યાને આવતા તુરંત જ પાંચ ટ્રેક્ટર છાણા ભરી અનુદાન આપવામાં આવ્યું છે.


જો કોઈને છાણા લાકડા નું અનુદાન આપવું હોય તો સ્મશાન ટ્રસ્ટ દ્વારા સ્વીકારાશે તેમજ છાણા લાકડા નો સ્ટોક હોય તો ખરીદી પણ લેવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાના કહેરમાં એપ્રિલ માસ દરમિયાન અત્રેના સ્મશાન ગૃહખાતે રેકોર્ડ બ્રેક મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા જેમાં ગેસ સિલિન્ડર, લાકડા અને છાણાનો ઉપયોગ કરાતો હોય છાણા અને લાકડાનો સ્ટોક પૂર્ણતાને આરે આવ્યો હોવાનું ધ્યાન એક મૈયત માં આવેલા ભરતભાઈ ઢોલરીયા અને અશ્વિનભાઈ રૈયાણી ના ધ્યાને આવતા તેઓ દ્વારા તુરંત જ મુક્તિધામ ને પાંચ ટ્રેક્ટર ભરીને છાણા અનુદાન આપવામાં આવ્યું છે, આ તકે ટ્રસ્ટના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લાકડા અને છાણા પૂર્ણતાના આરે છે જો કોઈ ને અનુદાન આપવું હોય તો સ્વીકાર્ય છે અથવા કોઈની પાસે છાણા કે લાકડાનો સ્ટોક હોય તો ટ્રસ્ટ ખરીદી કરવા પણ તૈયાર છે ટ્રસ્ટ સંચાલકોનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement