કોડીનારમાં 16 બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ શરૂ : વધુ 12 પથારીઓ વધારાશે

04 May 2021 02:06 PM
Veraval
  • કોડીનારમાં 16 બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ શરૂ : વધુ 12 પથારીઓ વધારાશે

પૂર્વ સાંસદ દ્વારા હોસ્પિટલને દાન અપાયું : તમામ દર્દીઓને નિષ્ણાંત તબીબી સ્ટાફ સાથે મફત સારવાર

કોડીનાર તા.4
હાલ સમગ્ર દેશ માં કોરોના કોવિડ-19 ની મહામારી એ હાહાકાર મચાવી દીધો છે,ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના ના દર્દીઓ નો રોકેટ ગતિએ દિનપ્રતિદિન વધી રહ્યા છે,આ પરિસ્થિતિ માં કોડીનાર વિસ્તારમાં પણ કોરોના ના રોજીંદા કેસો માં સતત વધારો થઇ રહ્યો છે,હોસ્પિટલો માં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે અને લોકો ઓક્સિજન માટે અહીં ઠેર ઠેર દોડધામ કરી રહ્યા છે ત્યારે આવા સમયે કોડીનાર ના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી,પાલિકા ના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી અને રાજમોતી પરીવારે કોરોના સામે ની લડાઈ માં કોડીનાર ની પ્રજા ની વ્હારે આવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે કોડીનાર ની શ્રી.રા.ના.વાળા સ્મારક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ને રૂપિયા 30 લાખ નું અનુદાન આપી બહુ ટૂંકા સમયમાં જ કોડીનાર વિસ્તાર ના લોકો માટે કોવિડ હોસ્પિટલ તૈયાર કરી મદદ કરતા રા.ના.વાળા ટ્રસ્ટ દ્વારા કોવિડ હોસ્પિટલ માટે જરૂરી તમામ કાર્યવાહીઓ પુરી કરતા આજ થી કોડીનાર ની પ્રજા ને કોવિડ હોસ્પિટલ નો લાભ મળશે.


પૂર્વ સાંસદ દિનુ ભાઈ સોલંકી અને શિવાભાઈ સોલંકી ના અનુદાન થી રા.ના.વાળા ટ્રસ્ટ સંચાલિત સ્વ.મિત શિવાભાઈ સોલંકી કોવિડ હોસ્પિટલ નું આજે રાજમોતી પરીવાર ના સભ્ય ના વરદ હસ્તે તા.3/5 ના સોમવારે લોકાર્પણ કરી કોડીનાર તાલુકા ના લોકો ની સેવા માટે હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે ટ્રસ્ટ ના પ્રમુખશ્રી હરિભાઈ વાળા એ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે જણાવ્યું હતું કે આ કોવિડ હોસ્પિટલમાં 4-વેન્ટિલેટર બેડ,3-બાયપેપ બેડ,5- ઓક્સિજન ક્ધસનટ્રે ટર બેડ,4-ઓક્સિજન(ઘ2) બેડ મળી કુલ -16 બેડ સાથે ની સુવિધા ધરાવતી આ કોવિડ હોસ્પિટલમાં ડો.સુમિત એ સોની -એમ.ડી.,ડો.ભગીરથ ડોડીયા-એમ.ડી.,ડો.અભિષેક હિરપરા-એમબીબીએસ, ડો.વિવેક ઠકરાર- એમબીબીએસ ,ડો.સુનિલ પરમાર -એમબીબીએસ તેમની સેવાઓ આપશે.તેમજ નર્સિંગ સ્ટાફ 24/7 ઓબ્ઝર્વેશન માં દર્દીઓ ની સારવાર સેવા માં ઉપલબ્ધ રહેશે.હોસ્પિટલ માં દાખલ દર્દી ને સાવરે નાસ્તો,બપોરે ભોજન,સાંજે નાસ્તો અને રાત્રી ભોજન ફ્રી હોસ્પિટલ તરફથી આપવા માં આવશે.તેમજ આવતા દિવસો માં વધુ 12 બેડ ની સુવિધા વધારવા ની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જણાવી કોડીનાર તાલુકા ના લોકો ની આરોગ્ય સેવાઓ માટે આર્થિક અનુદાન આપવા માટે દિનુભાઈ સોલંકી,શિવાભાઈ સોલંકી અને કોવિડ હોસ્પિટલ શરૂ કરવા જગ્યા ફાળવવા ખાંડ ઉદ્યોગ અને હોસ્પિટલ તૈયાર કરવા માટે મદદ કરનાર કોડીનાર નગરપાલિકા તેમજ મદદ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા,પાલિકા ઉપ પ્રમુખ સુભાષભાઈ ડોડીયા, ચેમ્બર પ્રમુખહરિભાઈ વિઠ્ઠલાણી, ખાંડ ઉધોગે ચેરમેન પી.એસ.ડોડીયા, તાલુકા ભા.જ.પ પ્રમુખભગુભાઈ પરમાર,દિલીપભાઈ મોરી,જીશનભાઈ નકવી,નૂરમહમદભાઈ હાલાઈ, રફીકભાઈ કચ્છી અને માનસિંગભાઈ ચૌહાણ નો તેમજ સરકારી તંત્ર માં કલેક્ટર,જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારીઓ,મામલતદારઅને ચીફ ઓફિસર નો આભાર માન્યો હતો.આ કોવિડ હોસ્પિટલ ઉદ્ધાટન માં કોડીનાર ના સર્વે સમાજ ના પ્રમુખો તાલુકા ના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગોપાલભાઈ ગોહિલ મો.ન.7046915975 અને પ્રતાપભાઈ વાળા મો.ન. 9228873456 નો સંપર્ક કરી નામ નોંધાવી નામ નોંધણી થયેલા ક્રમ મુજબ જ દર્દીઓ ને સારવાર આપવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર માં કોવિડ હોસ્પિટલ શરૂ થતાં આ વિસ્તાર ના લોકો ને કોવિડ સામે લડવા માટે મોટી રાહત મળશે.


Loading...
Advertisement