ભૂજમાં નશો કરેલા પકડાયેલા શખ્સ પાસેથી બોગસ પાસપોર્ટ આધારકાર્ડ મળી આવ્યા : વિદેશ ફરી આવ્યાનું ખુલ્યુ

04 May 2021 02:07 PM
kutch Crime
  • ભૂજમાં નશો કરેલા પકડાયેલા શખ્સ પાસેથી બોગસ પાસપોર્ટ
આધારકાર્ડ મળી આવ્યા : વિદેશ ફરી આવ્યાનું ખુલ્યુ

ગુનો નોંધી તપાસ શરૂ કરતી પોલીસ : કડક પુછપરછ

ભુજ, તા. 4
ભુજ શહેરમાં બે દિવસ અગાઉ નશો કરેલી અવસ્થામાં કર્ફ્યુ હોવા છતાં ટહેલવા નીકળેલાં મિતેષ છોટાલાલ ઘેડિયા નામના યુવકની બી. ડિવિઝન પોલીસ મથક દ્વારા અટકાયત બાદ હાથ ધરાયેલી તપાસમાં આ યુવક પાસેથી બે અલગ-અલગ નામવાળા જાલી પાસપોર્ટ તથા આધારકાર્ડ જેવા દસ્તાવેજ હોવાનું તપાસમાં ખૂલતાં આ બાબતે અલગથી વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર ગત તા. 29મી એપ્રિલના રાત્રે ભુજના પ્રમુખ સ્વામી નગરમાં શેરી નંબર 11માં રહેતા આરોપી મિતેશ ઘેડિયાને નશાયુકત હાલતમાં પકડી પાડી પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો. આ સંબંધી કાયદાકીય કાર્યવાહી અને છાનબીન દરમ્યાન આ શખ્સ પાસે આવા મહત્વના નકલી આધારો હોવાનું સપાટીએ આવતાં તેની સામે અલગથી ભારતીય દંડસંહિતાની કલમ 465, 468 અને 471 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


આરોપીએ બનાવટી આધારો દ્વારા તેની ખોટી ઓળખ પ્રસ્થાપિત કરી હતી અને તેણે બે જુદા-જુદા નામવાળા પાસપોર્ટ, પાનકાર્ડ અને આધારકાર્ડ બનાવ્યા હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. આવા પાસપોર્ટનો ઉપયોગ આરોપીએ વિદેશ પ્રવાસ માટે કર્યાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવતાં તપાસકર્તાઓ ચોંકી ઉઠ્યા છે.પોલીસે ખોટા નામ-સરનામા સાથે ભારતીય ઓળખના બોગસ દસ્તાવેજો બનાવી ખોટા પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ કરવા સબબ મીતેશ ઘેડિયા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement