જુનાગઢના મુખ્ય સ્વામિ. મંદિરમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ : નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીને મફત સારવાર

04 May 2021 02:21 PM
Junagadh
  • જુનાગઢના મુખ્ય સ્વામિ. મંદિરમાં 100 બેડની કોવિડ
હોસ્પિટલ શરૂ : નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીને મફત સારવાર

દર્દીઓને માનસિક પ્રફુલ્લિત રાખવા દરરોજ રાત્રે કલાકારો દ્વારા ભજન સંધ્યા : માનવ સેવા શરૂ કરાઇ

જુનાગઢ, તા. 4
જુનાગઢ જવાહર રોડ પર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિરના મહંત કોઠારી સ્વામી ચેરમેન દેવનંદન સ્વામીએ હાલની કોરોનાની મહામારીમાં પોતાનો પરિવાર પોતાના સ્વજનને બચાવવા આર્થિક રીતે અસમર્થ જોવા મળતા પોતે જાતે સંકલ્પ કરી રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ સમિતિને સાથે રાખી કોઠારી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ) પી.પી.સ્વામી, પ્રેમસ્વરૂપદાસજી, પાર્સદ ચીમન ભગત સહિતના હોદ્દેદારોએ જુનાગઢ અને અન્ય લોકોને સંક્રમણ સામે મદદ કરવાનો નિર્ણય કરી 100 બેડની કોવિડ હોસ્પિટલ મંદિરના ઉતારામાં જ શરૂ કરી સો ટકા ફ્રી સારવાર સેવા શરૂ કરી દેવામાં આવી છે.


આઇસોલેશન કોવિડ હોસ્પિટલમાં પેસેન્ટને અને તેના સહયોગીને સવારના નાસ્તો, જયુસ, ભોજન, ચા-પાણી, રાત્રી ભોજન, દવા, ડોકટરી તપાસનો ખર્ચ પણ જુનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ સમિતિ ભોગવી રહી છે.


જુનાગઢ સ્વામીનારાયણ મંદિર જવાહર રોડ પરની કોવિડ હોસ્પિટલની મુલાકાતે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, કચ્છના સાંસદ સભ્ય વિનોદભાઇ ચાવડા, પ્રદેશ મંત્રી બાબુભાઇ જેબલીયાએ મુલાકાત લઇ સાચા અર્થમાં સંતોએ સમાજના અદના માણસની ચિંતા કરી છે. રાત દિવસ કોવિડ દર્દીઓની તન, મન, ધનથી સેવા કરી રહ્યા છે. સવાર સાંજ ગરમ ઉકાળા મંદિરમાં જ બનાવીને એક એક દર્દીને પલંગે પહોંચાડવામાં આવી રહ્યો છે.


જુનાગઢ મનપા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે.મેયર હેમાન્સુ પંડયા, એડવોકેટ જયકીશન દેવાણી પોતાની સેવા આપી રહ્યા છે.કોરોનાની મહામારીની સામે લડત આપવાની સાથે જિલ્લાના માણાવદર ગૌશાળાને 100 ગાંસડી જેતપુર પાંજરાપોળને 1પ00 ઘાસની ગાંસડીઓ અન્ય નામી અનામી ગૌશાળાઓ, લુલી લંગડી, બીમાર અશકત ગાયોને પણ ફ્રીમાં ઘાસ આપવામાં આવી રહ્યાનું કોઠારી સ્વામી શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) અને પી.પી.સ્વામીએ જણાવ્યું છે. જુનાગઢ સ્વામી મંદિર જવાહર રોડ ઉતારામાં સારવાર લઇ રહેલા દર્દીઓને મનોરંજન પુરૂ પાડવા અને કોરોના મહામારીમાંથી બહાર લાવવા સાંસ્કૃતિક સહિતના મનોરંજન કાર્યક્રમો કલાકારોને બોલાવીને કરી તમામના મન જીતવા હસતા આનંદ કરતો નવતર પ્રયોગ હાથ ધરાયાનું ચેરમેન દેવનંદન સ્વામીએ જણાવ્યું હતું.


Loading...
Advertisement