અમરેલીની ખાનગી હોસ્પિટલોમાં પાલિકા તૂટી પડી : ફાયર સેફટીનું ચેકીંગ

04 May 2021 02:24 PM
Amreli
  • અમરેલીની ખાનગી હોસ્પિટલોમાં
પાલિકા તૂટી પડી : ફાયર સેફટીનું ચેકીંગ

ફાયર સેફટી નહી ધરાવતી હોસ્પિટલોને ધડાધડ નોટીસો

અમરેલી તા.4
ભરૂચનાં દવાખાનામાં સર્જાયેલ અગ્નિકાંડમાં સોળ જેટલી જીંદગી હોમાઈ ગયા બાદ સરકારી તંત્ર ફરી એકવાર હરકતમાં આવેલ હતું. સરકારનાં આદેશ મુજબ અમરેલી નગરપાલિકા ઘ્વારા કોવિડહોસિપટલોમાં ફાયર સેફટી અંગે ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર સેફટીનાં સાધનો નહી લગાડનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડોકટરો દર્દીઓ પાસેથી મોટી ફી લેવામાં પાવરધા છે પરંતુ જાનમાલનાં રક્ષણ અર્થે ફાયર સેફટી માટે ઉદાસીનતા દાખવવામાં આવે છે.
પ્રાપ્ત વિગત મુજબ તમામ હોસ્પિટલો, હોટેલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, જીનીંગ મીલો, કારખાના, ફેકટરીઓ, કલીનીકો સહિતમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર સેફટીનાં સાધનો લગાડી ફાયર એન.ઓ.સી. મેળવવું જરૂરી છે.

ફાયર સેફટીનાં અભાવે ઘણીવાર આકસ્મિક આગ લાગે ત્યારે માનવ જીંદગીને બચાવવવી મુશ્કેલ બને છે. અમરેલી શહેરમાં હોસ્પિટલોમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં આવેલ છે કે કેમ ? તે અંગે પાલિકાનાં અશોક ઓરાદી, કિરીટ કાબરીયા, ચિફ ઓફિસર એલ.જી. હુણ સહિતનાની ટીમ ઘ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. જેમાં સરકારનાં ફાયર સેફટી ચેકલીસ્ટ મુજબ વેરીફિકેશન કરવામાં આવેલ હતું. જેમાં ઘણી હોસ્પિટલોમાં ફાયર સેફટીનાં નિયમો મુજબ ફાયર સેફટીની વ્યવસ્થાનો અભાવ હતો. ફાયર સેફટીનાં પુરતા સાધનો ફિટ નહી કરનાર હોસ્પિટલોને નોટીસો આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


સરકારનીગાઈડલાઈન મુજબ જવાબદાર વ્યકિતઓ નિયત નમૂનામાં ચિફ ફાયર ઓફિસર રાજકોટને ફાયર એનઓસી મેળવવા અરજી કરવાની હોય છે જે અરજીમાં જરૂરી આધાર-પુરાવા તેમજ ફીટ કરવામાં આવેલ ફાયર સેફટીનાં સાધનોનાં ફોટા, સાધનોનાં આધાર-પુરાવા રજૂ કરવાનાં હોય છે. બાદમાં ફાયર ઓફિસર સ્થળ તપાસ કરી એનઓસી આપવા લાયક હોય તો એનઓસી આપે છે.


Loading...
Advertisement