અમરેલીમાં બહારપરામાં પતિએ પત્નિ અને સાસુને માર માર્યો

04 May 2021 02:26 PM
Amreli Crime
  • અમરેલીમાં બહારપરામાં પતિએ પત્નિ અને સાસુને માર માર્યો

અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતા શિલ્પાબેન ચંદુભાઈ રાઠોડ નામની 3પ વર્ષીય પરિણીતાના પતિ ઘરે મોડા આવતા પત્નિએ પ્રશ્ર્ન કરતા પતિએ પત્નિને ગાળો આપી તથા પતિ પોતાના સાસુને ઘરે જઈ પત્નિને મારવા લાગતા તેણીની માતા વચ્ચે પડતા તેમને પણ માથાના ભાગે માર મારી પ ટાંકા આવે તેવી ગંભીર ઈજાઓ કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.


અમરેલીમાં સામાન્ય બાબતે મારામારીની ઘટના
અમરેલીના એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળરહેતા સીતાબેન દિનેશભાઈ વાઘેલા તેમના ભાઈ તથા દીકરી પોતાના ઘરે હતા ત્યારે તે જ વિસ્તારમાં રહેતા સંજય રમેશભાઈ વણોદિયા તથા રવિ રમેશભાઈ વણોદિયા ગાળો બોલતા હોય જેથી તેમને ગાળો બોલવાની ના પાડતા આ બન્ને ઈસમોએ ઉશ્કેરાઈ જઈ મહિલાને માથાના ભાગે કોઈ વસ્તુ મારી દેતા માથાના ભાગે ટાંકા આવેલ તથા તેણીના ભાઈને મૂંઢ ઈજા કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.


રાજુલાનાં નાના રીંગણીયાળા ગામે જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા : 6 નાસી છુટયા
રાજુલા ગામે રહેતા મગનભાઈ ખોડાભા હડીયા સહિત 10 જેટલા ઈસમો નાના રીંગણીયાળા ગામે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય. આ અંગે રાજુલા પોલીસને બાતમી મળતા દરોડો પાડી રોકડ રકમ રૂા. 10130ની મતા સાથે 4 ઈસમો ઝડપાયા હતા જયારે બાકીનાં 6 આરોપીઓ નાશી છુટતા પોલીસે તેઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.


બાબરાનાં પાનસડા ગામે સ્ટ્રીટલાઈટનાં અજવાળે જુગાર રમતા 6 ઝડપાયા : 1 નાસી છુટયો
બાબરા તાલુકાનાં પાનસડા ગામે રહેતા પરેશભાઈ મગનભાઈ વાટીયા સહિત 7 જેટલા ઈસમો પાનસડા ગામે જાહેરમાં સ્ટ્રીટલાઈટનાં અજવાળે તીનપતીનો જુગાર રમતા હોય. આ અંગે બાબરા પોલીસને બાતમી મળતા દરોડો પાડી6 ઈસમોને રોકડ રકમ રૂા. 1પપ0ની મતા સાથે ઝડપી લીધા હતા જયારે એક ઈસમ દરોડા દરમિયાન નાસી જતાં તેમની શોધખોળ આદરી છે.


Related News

Loading...
Advertisement