જુનાગઢમાં છાયા બજાર વેપારી એસો. દ્વારા સેવાકીય પ્રવૃતિઓ

04 May 2021 02:27 PM
Junagadh
  • જુનાગઢમાં છાયા બજાર વેપારી
એસો. દ્વારા સેવાકીય પ્રવૃતિઓ

જરૂરીયાતમંદોને અંતિમવિધિનો સામાન વિનામૂલ્યે અપાય છે


જુનાગઢ, તા. 4
હાલ કોરોના મહામારીએ ચોતરફથી ભરડો લીધો છે. ખાસ કરીને જુનાગઢ સીટી અને જીલ્લામાં રોજબરોજ મૃત્યુઆંક વધી રહ્યો છે.ત્યારે જેમના સ્વજનોની અંતિમવિધિનો તમામ સામાન વિનામૂલ્યે મળી શકે તે માટે છાયા બજાર ઓલ વેપારી એસોસીએશન દ્વારા નિર્ણય કરી જરૂરીયાતમંદ લોકો માટે આખેઆખી કીટ (સામાન) ફ્રી આપવામાં આવી રહ્યો છે.આ કીટ રંગમહેલ છાયાબજારના ગેઇટમાં મુકવામાં આવી છે જે જરૂરીયાતમંદ લોકોને અંતિમવિધિનો સામાન જોઇ તો હોય તો બાબુભાઇ ગામેતી દાતાર ટી વાળાનો તેમજ 99230 13280 / 79844 84789 /84698 35030 પર સંપર્ક કરવા જણાવાયું છે.


Loading...
Advertisement