ધારીના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને પાણીના વલખા : કુડી ખાલી

04 May 2021 02:29 PM
Amreli
  • ધારીના જંગલ વિસ્તારમાં વન્ય
પ્રાણીઓને પાણીના વલખા : કુડી ખાલી

વનવિભાગ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે પાણીની કુંડીઓ ભરવામાં આવતી નથી

અમરેલી તા.4
વન્ય પ્રાણીઓ માટે વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. સિંહો બચાવવા માટેમસમોટા દાવા કરાય છે પરંતુ જંગલની અંદરની વાસ્તવિકતા અલગ હોય છે. જંગલની અંદર સિંહોને 4પ ડીગ્રી ગરમીમાં પણ પાણીનું ટીપુ નસીબ થતું નથી પરંતુ નપાણીયા અધિકારીઓનાં પેટનું પાણીય હલતું નથી અને સિંહો તરસ્યા છે અને વન્ય પ્રાણીઓ પણ તરસ્યા છે.


ધારી ગીર પૂર્વની ખાંભા રેન્જ હેઠળ રબારીકા રાઉન્ડની કોદીયા વિડીમાં પાણીની કૂંડી ખાલીખમ્મ ભાસી રહી છે. અહી અનેક સિંહ-દીપડા, નિલગાય, હરણ વગેરે વન્ય પ્રાણીનો કાયમી વસવાટ છે અને આ પાણીની કૂંડી એકમાત્ર પાણી પીવાનો વિકલ્પ છે. અહીં બીજા કોઈ કુત્રિમ પાણીના પોઈન્ટ નથી પરંતુ વન વિભાગ ઘ્વારા આ કૂંડી ભરવામાં આવતી નથી. હાલમાં જંગલમાં 4પ ડીગ્રી જેટલી ગરમી પડી રહી છે ત્યારે સિંહોને અહી એક ટીપુ પાણી પણ નસીબ થતું નથી જે નરી વાસ્તવિકતા છે.વન વિભાગ ઘ્વારા તાજેતરમાં જ પોણા લાખ રૂપિયાનાં ખર્ચે આ કૂંડી બનાવવામાં આવી છે.

પરંતુ પાણી ભરાતુ નથી અને કૂંડી બનાવવામાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ત્યારે કરોડો રૂપિયા સિંહો તથા વન્યપ્રાણી બચાવવા માટે સરકાર ઘ્વારા ફાળવવામાં આવે છે તેમ છતાં સિંહોને જોઈએ તેટલી સુવિધા મળતી નથી અને સિંહો જંગલની બહાર પાણી અને ખોરાકની શોધમાં ભટકે છે. જેના કારણે રેવન્યુ વિસ્તારની ખુલ્લામાં પડી જવાથીઅથવા શોર્ટ-અકસ્માતથી સિંહો મરે છે અને સિંહો મરવા છતાં સિંહોનું યોગ્ય સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવતું નથી. જેથી ગીર પૂર્વમાં વ્યાપક પ્રમણમાં સિંહો મોતને ભેટે છે.


Loading...
Advertisement