ગોંડલમાં મોતનો ડર રાખ્યા વગર કોરોના વોરીયર્સ સાથે લોકોની સાંત્વના બનતા સમાજ સેવક

04 May 2021 02:32 PM
Gondal
  • ગોંડલમાં મોતનો ડર રાખ્યા વગર કોરોના
વોરીયર્સ સાથે લોકોની સાંત્વના બનતા સમાજ સેવક

સિવિલ હોસ્પિટલમાં પીપીઇ કીટ કે પોટેકશન વગર સેવા

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.4
ગોંડલ માં કોરોના એ કહેર મચાવી એપ્રીલ માસ માં 421 થી વધું વ્યક્તિઓ નાં ભોગ લીધાં છે.શહેર માં કોરોના નો ખૌફ બિહામણો છે.હોસ્પિટલો,મેડીકલ સ્ટોર કે લેબોરેટરીઓ પાસે ભારે ભીડભાડ છે.એ સિવાય શહેર સુમશાન ભાસે છે.વેપારીઓ સાંજ નાં સાત થી લોકડાઉન પાળી રહ્યા છે.પણ લોકો એટલી હદે ભયભીત છે કે બિનજરૂરી ઘર બહાર નિકળતાં નાં હોય શહેર ની હાલત દિવસ નાં પણ લોકડાઉન જેવી છે.


કોરોના દર્દીઓ નો વધું જમેલો સિવીલ હોસ્પિટલમાં જોવાં મળે છે.દર્દી ઓ તેનાં સગાં સબંધીઓ અને વેઇટીંગ માં રહેલાં દર્દી ઓ થી સિવિલ હોસ્પિટલ નું ગ્રાઉન્ડ ઉભરાયેલું નજરે પડે છે.અહીં ડગલેને પગલે કરુણતાં જોવાં મળે છે.આ બધાં વચ્ચે માનવતાં ની જીવતી મિશાલ સમાં સમાજ સેવક પ્રફુલ રાજ્યગુરુ અડીખમ યોદ્ધા બની કોરોના પીડીતો ની ખડેપગે સેવાં આપી રહ્યા છે.


કોરોના કાળની કરુણાંતિકા એ છે કે માણસ માણસથી દુર ભાગી રહ્યો છે. પરીવારમાં કોઇને કોરોના થયો હોય તો તેનાંથી ચોક્કસ અંતર રખાય છે.પણ પ્રફુલ રાજ્યગુરુ સિવિલ હોસ્પિટલ માં પીપીઈ કીટ કે કોઈ પ્રોટેક્શન વગર માત્ર મોંઢે માસ્ક પહેરી અવિરત સેવાં આપી રહ્યા છે. હોસ્પિટલ નાં પહેલાં માળે કોરોના વોડઁ માં 54 બેડ ની ક્ષમતા છે.બધાં બેડ ફુલ છે.ગ્રાઉન્ડ માં મોટું વેઇટીંગ છે.આવાં સંજોગોમાં વિહવળતાં અને ચિંતા લોકોને માનશીક રીતે તોડી રહીં છે.પ્રફુલ રાજ્યગુરુ મોત ની પરવાં કર્યા વગર કોરોના વોડઁ માં પંહોચી દર્દીઓ નું આશ્ર્વાસન બને છે.એટલું જ નહીં હોસ્પિટલ ની બહાર ચિંતિત બની બેઠેલાં તેનાં સ્વજનોને દર્દી ની માહીતી આપી સાંત્વના નું કાયઁ કરે છે.ઓકસીજન કે દવા માટે ની દોડાદોડી પણ કરતાં રહે છે.

કોરોના દર્દી જ્યારે મૃત્યુ પામે ત્યાંરે શબવાહીની નહીં પણ એમ્બ્યુલન્સ માં મૃતદેહ ને સ્મશાને પંહોચતો કરાય છે આ કાયઁ પણ પોતાનાં ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ દ્વારા પ્રફુલ રાજ્યગુરુ કરી રહ્યા છે.પાંચ દિવસ પહેલાં દિવસ નાં પાંચ તથાં રાત્રી આઠ થી દશ દર્દી ઓ મોત ને ભેટતાં તેમની એમ્બ્યુલન્સ સતત દોડતી રહીં હતી.કોરોના ગ્રસ્ત મૃતકો ની અંતિમવિધી પણ પ્રફુલ રાજ્યગુરુ કરતાં હોય હાલ રોજીંદા સરેરાશ ચાર થી પાંચ લોકો મૃત્યુ પામતાં હોય પ્રફુલભાઈ માટે હોસ્પિટલ અને સ્મશાન વચ્ચે ની દોડાદોડી રોજીંદા બનવાં પામી છે.હાલ કોરોના થી હરએક ઇન્સાન ભયભીત છે.ત્યાંરે ભડવીર પ્રફુલ રાજ્યગુરુ કોરોના ને બાથ ભીડી નિસ્વાર્થભાવે સવાર થી મોડી રાત સુધી સેવાં આપી રહ્યા છે.પ્રફુલ રાજ્યગુરુ કહે છે કે’ ડર તો મને પણ લાગે છે.પણ કોઈની દુવા રક્ષક બનશે.હું ક્યારે સંક્રમીત બનું એ નક્કી નથી.


Loading...
Advertisement