મજેઠી ગામ નજીક કાર પલ્ટી ખાતા ચાલકનું ગંભીર ઇજાથી ઘટના સ્થળે મોત

04 May 2021 02:32 PM
Surendaranagar
  • મજેઠી ગામ નજીક કાર પલ્ટી ખાતા ચાલકનું ગંભીર ઇજાથી ઘટના સ્થળે મોત
  • મજેઠી ગામ નજીક કાર પલ્ટી ખાતા ચાલકનું ગંભીર ઇજાથી ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગરના માલવણ-વીરમગામ હાઇવે પર

વઢવાણ, તા. 4
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન કડી ગામના રાજકીય આગેવાનનો પુત્ર હોવાનું બહાર આવ્યું.સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતાં હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે માલવણ-વિરમગામ હાઈવે પર મજેટી ગામ પાસે કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં ગંભીર રીતે ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જે અંગેની જાણ આસપાસના લોકોએ પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી જેમાં મૃતક યુવક કડી ગામના વતની અને રાજકીય આગેવાનના પુત્ર હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ માલવણ-વિરમગામ હાઈવે પર મજેઠી ગામ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલટી મારી જતાં કારચાલક રાજદિપસિંહ અજયસિંહ જાડેજા ઉ.વ.30, રહે.કડીવાળાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હથધરી હતી.જેમાં મૃતક યુવક કડી ગામે રહેતાં અને હોટલ ધરાવતાં તેમજ કડી રાજપૂત સમાજના પ્રમુખ અને રાજકીય આગેવાન અજયસિંહ જાડેજાના પુત્ર હોવાનું બહાર આવ્યું હતું આથી મૃત્કના પરિવારજનોને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી આથી પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી હતી. જ્યારે યુવકના મોતથી સમગ્ર પરિવારજનો સહિત સમસ્ત કડી ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.


Loading...
Advertisement