પાટડીમાં ત્રણ શખ્સોએ વિજળી બાબતે માથાકુટ કરીને પીજીવીસીએલના કર્મચારી પર હિચકારો હુમલો કર્યો

04 May 2021 02:33 PM
Surendaranagar
  • પાટડીમાં ત્રણ શખ્સોએ વિજળી બાબતે માથાકુટ કરીને પીજીવીસીએલના કર્મચારી પર હિચકારો હુમલો કર્યો

વઢવાણ તા.4
પાટડી પીજીવીસીએલના કર્મચારી દેવીપૂજક વિસ્તારમાં લાઈટ રીપેરીંગ કરવા ગયો હતો. આ વિસ્તારના ત્રણ શખ્સોએ લાઈટ બાબતે બોલાચાલી કરી પીજીવીસીએલના કર્મચારી પર હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટના બાબતે ત્રણેય શખ્સો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હિચકારા હુમલો કરતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી પાટડી પીજીવીસીએલમાં ફરજ બજાવતા મુકેશભાઈ કાવજીભાઈ ગામેતી અને સુભાષચંદ્ર હરજીભાઈ કટારા પાટડી સંઘના પેટ્રોલ પંપ પાસે દેવીપૂજક વિસ્તારમાં લાઈટ બંધ હોઈ લાઈટ રીપેરીંગ કરવા ગયા હતા. ત્યારે રાત્રીના સમયે ઈલેકટ્રીક થાંભલા પર બેટરી વડે લાઈટ રીપેરીંગ કરી રહ્યાં હત. ત્યારે રસીકભાઈ છનાભાઈ દેવીપૂજક, મુન્નાભાઈ અમરશીભાઈ દેવીપૂજક અને કાનજીભાઈ છનાભાઈ દેવીપૂજકે એક સંપ કરી મુકેશભાઈ ગામેતીને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હિચકારા હુમલા કરતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી આથી એમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પાટડી પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર નિલેશ મંડલી સહિતનો સ્ટાફ પાટડી સરકારી હોસ્પીટલે દોડી ગયો હતો. આ બનાવ અંગે પાટડી પીજીવીસીએલના મુકેશભાઈ ગામેતીએ પાટડીના ત્રણેય દેવીપૂજક શખ્સો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઈ જે.બી.મીઠાપરા ચલાવી રહ્યા છે.


Loading...
Advertisement