અમરેલી જિલ્લામાં ટેસ્ટીંગ-ટ્રેસીંગ-ટ્રીટમેન્ટની કામગીરી નહિવત : દવા-બેડ-ઓકસીજન મેળવવા ભટકતા પ્રજાજનો

04 May 2021 02:33 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં ટેસ્ટીંગ-ટ્રેસીંગ-ટ્રીટમેન્ટની કામગીરી
નહિવત : દવા-બેડ-ઓકસીજન મેળવવા ભટકતા પ્રજાજનો

એક વર્ષ સુધી તમામ બિનજરૂરી ખર્ચાઓ બંધ કરી આરોગ્ય સુવિધા વધારો

અમરેલી તા.4
દેશના પૂર્વાત્તર ભાગમાં અતિ મહત્વના ગણાતા પશ્ચિમ બંગાળમાં વિશ્વની સૌથી શકિતશાળી ગણાતી રાજકીય પાર્ટી ભાજપાએ ભારે પછડાટ ખાધા બાદ હવે રાજકીય પાર્ટીના મુખ્ય અગ્રણી અને દેશના પ્રધાનમંત્રીએ હવે અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં આરોગ્ય સુવિધા વધારવા પાછળ દિવસ-રાત એક કરવા પડશે.પશ્ચિમ બંગાળનો ચૂંટણી જંગ જીતવા માટે ભાજપ અને કેન્દ્ર સરકાર પણ છેલ્લા 6 મહિનાથી સક્રિયજોવા મળતા હતા અને દેશમાં કોરોનાનો વિકરાળ પંજો આવી રહયો હતો તેની ચિંતા કરવાનું ભૂલી જવાયું હતું અને પરિણામ સ્વરૂપે પશ્ચિમ બંગાળમાં ભાજપને જબ્બરી પછડાટ મળી અને દેશમાં કોરોનાએ છેલ્લા 6 મહિનામાં એક લાખ કરતાં પણ વધારે જિંદગીનો અસ્ત કરી નાખ્યો.


હવે, જાગ્યા ત્યાંથી સવાર ગણીને કેન્દ્ર સરકારે વૈજ્ઞાનિકો, શ્રેષ્ઠ તબીબો અને બુદ્ધિજીવીઓને વિશ્વાસમાં લઈને દેશની સરકારી હોસ્પિટલમાં બેડ, ઓકિસજન, દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવીને ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ઘ્યાન આપવું જરૂરી છે.અમરેલી જિલ્લાની 1પ લાખની જનતા છેલ્લા એક મહિનાથી કોરોનાને લઈને આમથી તેમ ભટકી રહી છે. સારૂ છે કે સેવાકીય સંસ્થાઓ અને આગેવાનો મદદમાં આવી ગયા છે. નહીં તો જિલ્લાની હાલત અતિ દયનીય બની ગઈ હોત. હજી જિલ્લામાં 18 થી 4પ વર્ષના નાગરિકોનું વેકિસનેશન પણ શરૂ કરવામાં આવ્યું ન હોય વહેલી તકે વેકિસનેશન શરૂ થાય તે પણ જરૂરી છે.


કોટડાપીઠાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેકિસનનો જથ્થો ન હોવાથી પરેશાનીબાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા કોટડાપીઠા તેમજ અન્ય 1ર ગામડાનાં લોકો છેલ્લાચાર દિવસથી કોરોનાં રસીકરણ વેકિસનનો પહેલો તેમજ બીજો ડોઝનો જથ્થો ખલાસ થઈ ગયેલ હોય. વેકિસનનો જથ્થો ન આવવાથી વેકિસન રસી લેવા/મુકાવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખતે ધકકા ખાઈ રહૃાા છે. તો અમરેલી જીલ્લા આરોગ્ય ખાતાએ વહેલીતકે કોટડાપીઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વેકિસન રસીનો જથ્થો વહેલીતકે ફાળવે તેવી ગ્રામ્ય જનતાની માંગણી છે. હાલમાં કોટડાપીઠા વિસ્તારનાં ગામડામાં કોરોનાનો વ્યાપ વધારે હોય અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગે વેકિસન રસીનો જથ્થો વહેલીતકે ફાળવે તેવી ગ્રામ્ય જનતાની માંગણી છે.


Loading...
Advertisement