સુરેન્દ્રનગરના દેવપરાના પાટીયા પાસે અકસ્માતમાં એકનું મોત

04 May 2021 02:34 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરના દેવપરાના પાટીયા પાસે અકસ્માતમાં એકનું મોત

વઢવાણ, તા. 4
કમલેશકુમાર કરણભાઇ ભરવાડ જાતે ભરવાડ(ઉં.વ.32 ધંધો ટ્રાન્સપોર્ટ રહે. ઇંન્દીરાનગરી ટીંબાના મુવાડા તા.ગલતેશ્વર જી.ખેડા)એ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.01/05ના દેવપરા બોર્ડ પાસે ને.હા. રોડ આરોપી સીમેન્ટ ટેન્કર ટ્રક નં.ૠઉં-12-અઠ-9343 વાળીનો ચાલક પ્રમોદકુમાર શ્યામબહાદુર મિશ્રા(ઉં.વ.36 રહે.ધાનુપુર ગામ તા.લંભુઆ જી.સુલતાનપુર પોસ્ટ શાહપુર હરબસ રાજ્ય ઉત્તરપ્રદેશ) ટેન્કર ટ્રક ડ્રાઇવરઓએ પોતાના કબ્જા હવાલાનુ ટેન્કર ટ્રક ફુલ સ્પીડે અને ગફલત ભરી રીતે ચલાવી સ્ટેયરીંગ ઉપર કાબુ નહી રહેતા પલ્ટી ખવડાવી પોતાના શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ કરી પોતાનુ મોત નિપજાવી ગુન્હો કર્યાના બનાવની તપાસ પો.સબ ઇન્સ. આર.જે.જાડેજા(પાણશીણા પો.સ્ટે.) કરે છે.

ગળાફાંસો
શીવરાજસિંહ ઝાલા (સી.યુ.શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગર)એ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.02/5ના મીલીટ્રી કેમ્પ કવાર્ટસ માં ધ્રાંગધ્રા મરણ જનાર સુટાપાજાના વા/ઓ જેયંતાકુમાર ચિન્તાહરાનજાના ઉં.વ.23 રહે.ધ્રાંગધ્રા મીલીટ્રીકેમ્પ કવાર્ટસ ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મરણજનાર મીલીટ્રી કેમ્પ કવાર્ટસ ધ્રાંગધ્રા વાળી કોઇ અગમ્ય કારણોસર પોતાના કવાર્ટસમા પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી જાતેથી ગળે ફોંસો ખાઇ જતા ઇજા થતા સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગર લઇ ગયેલ જ્યા ફરજ પરના ડો. એ મરણ ગયેલ જાહેર કરતા કર્યા બાબત. આ બનાવની તપાસ ધ્રાંગધ્રા ડીવીઝન ઇન્ચાર્જ ના.પો.અધિ. પી.કે.પટેલ(મુખ્ય મથક સુરેન્દ્રનગર) કરે છે.


Loading...
Advertisement