સુરેન્દ્રનગર જીલ્લાના ગામડાઓમાં રેપીડ ટેસ્ટ કીટની ફાળવણી જરૂરી બની છે

04 May 2021 02:41 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જીલ્લાના ગામડાઓમાં રેપીડ ટેસ્ટ કીટની ફાળવણી જરૂરી બની છે

ગુજરાત ખેડુત એકતા મંચ દ્વારા મુખ્યમંત્રીને ઉગ્ર રજુઆત

વઢવાણ, તા. 4
હાલ કોરોનાની મહામારીમાં ફકત આઠ મહાનગરો પુરતુ ધ્યાન કેન્દ્રીત કરવાના કારણે ગુજરાતના 18000 ગામડાઓ રામ ભરોસે છે જે મહાસુપર સ્પ્રેડર બની રહ્યા છે. જેમકે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ટીકર ગામના પીએચસી સેન્ટર નીચે આઠ ગામનો સમાવેશ થાય છે. તેની વસ્તી આશરે રપ હજારથી વધારે હોવા છતાં માત્ર રોજની 7 કીટ આપવામાં આવે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો 3પ00 વ્યકિત દીઠ માત્ર 1 કીટની ફાળવણી કરવામાં આવે છે. જે ખરેખર ખુબ જ ચિંતાજનક છે. આવી જ પરિસ્થિતિ આખા સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની છે. જો આવી જ રીતે ઓછી માત્રામાં કીટની ફાળવણી થશે તો કેટલાય કોરોનાના દર્દી સુપર સ્પ્રેડર બની સમાજમાં કોરોના ફેલાવતા રહેશે. તો કોરોના કયારે કાબુમાં આવશે એ પણ એક બહુ મોટી સવાલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના દરેક પીએચસી સેન્ટર ઉપર પુરતા પ્રમાણમાં રેપીડ ટેસ્ટ કીટની ફાળવણી કવરામાં આવે તેવો અનુરોધ ગુજરાત ખેડુત એકતા મંચ (સુરે. જીલ્લા)ના પ્રમુખ રાજુભાઇ કરપદાએ મુખ્યમંત્રીને કર્યો છે.


Loading...
Advertisement