ભાવનગરના કવિ ગુણવંત ઉપાઘ્યાયનું અવસાન : સાહિત્ય જગતમાં શોક

04 May 2021 02:42 PM
Bhavnagar
  • ભાવનગરના કવિ ગુણવંત ઉપાઘ્યાયનું અવસાન : સાહિત્ય જગતમાં શોક

રાજકોટ તા.4
દિવસ અજવાળવા જેવું જ આ તો કામ છે મિત્રો!થશે થોડુંય , તો અંતિમ પળે ’હે રામ’ બોલાશે.આ અને આવી અનેક રચનાના રચયિતાઓ ગઝલને એકધારા ચાહનારા ગુજરાતી સાહિત્ય જગતમાં જેમનું નામ આદરપૂર્વક લેવાતું તેવા ભાવનગર નિવાસી સાહિત્યિક નગરી ભાવેણાના વરિષ્ઠ કવિ ગુણવંત ઉપાધ્યાયનું નિધન થયું છે. તેઓની વિદાયથી ભાવનગરના કવિતા જગતનો એક યુગ આથમી ગયો છે. સાહિત્ય સેતુ રાજકોટ પરિવારે સર્જક ગુણવંત ઉપાધ્યાયની ઓચિંતી વિદાયથી ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.


Loading...
Advertisement